33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસાની શ્રી ગાયત્રી ટ્રેડર્સ પાન પાર્લરમાંથી ગોગો પેપર કોનનો જથ્થો...

અરવલ્લી : મોડાસાની શ્રી ગાયત્રી ટ્રેડર્સ પાન પાર્લરમાંથી ગોગો પેપર કોનનો જથ્થો ટાઉન પોલીસે ઝડપ્યો,દુકાન માલિક જબ્બે

0
60
  • સમગ્ર રાજ્યમાં પોલીસે ગોગો પેપર રોલ વેચતા દુકાનદારો સામે સખ્ત કાર્યવાહી કરતા મોડાસાના નશાના વેપારીઓ ચેતી ગયા
  • મોડાસા શહેર સહિત સમગ્ર જીલ્લાના અનેક પાન પાર્લરમાં ગોગો પેપર રોલનું ખુલ્લેઆમ વેચાણ
  • બંધ,ખાનગીમાં ઘરેથી વેચાણ કરતા લેભાગુ તત્ત્વો
    2 થી 3 રૂપિયામાં હોલસેલ ભાવે મળતાં ગોગો પેપરના 10 રૂપિયા જેટલી ઉંચી કિંમતે નશેડીઓને વેચાણ કરતા વેપારીઓ
  • ગોગો પેપર કોન પર પોલીસે તવાઈ બોલાવતા કેટલાક પાન પાર્લર ધારકો તેમની બાઇક અને એક્ટિવાની થેલીમાં સંતાડી ઓળખીતા નશેડીને વેચાણ કરતા હોવાની ચર્ચા

ગુજરાત યુવાનો અને સગીરો ચરસ,ગાંજા અને એમડી ડ્રગ્સના નશાના રવાડે ચઢી બરબાદીના પંથે ધકેલાઈ રહ્યા છે ડ્રગ્સ અને ગાંજાની નશાની બદી બેકાબુ બનતા પોલીસે નશાનો કારોબાર કરતા પેડલરો સામે સખ્ત કાર્યવાહી સાથે ગાંજા અને એમડી ડ્રગ્સના સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલ જેવી વસ્તુઓના વેચાણ કરતા વેપારીઓ અને પાન પાર્લર ધારકો સામે તવાઈ બોલાવી છે અરવલ્લી જિલ્લા પોલીસે ગોગો પેપરના ગેરકાયદેસર વેચાણ પર તવાઈ બોલાવે તે પહેલા વેપારીએ સતર્ક થઈ ગયા છે મોડાસા ટાઉન પોલીસે મેઘરજ રોડ પર આવેલા શ્રી ગાયત્રી ટ્રેડર્સ પાન પાર્લરમાંથી 43 ગોગો પેપરના રોલ સાથે મનીષ શામજી પટેલને દબોચી લીધો હતો ટાઉન પોલીસની કાર્યવાહીથી નશેડીઓમાં ફફડાટ ફેલાયો છે

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન PI ડી.બી.વાળા અને તેમની ટીમે ગોગો પેપર વેચાણ અટકાવવા પાન પાર્લર પર તપાસ હાથધરતા મેઘરજ રોડ પર આવેલ શ્રી ગાયત્રી ટ્રેડર્સ પાન પાર્લરમાં ગોગો પેપર વેચાણ થતું હોવાની બાતમી મળતાં તાબડતોડ ત્રાટકી પાન પાર્લરની તલાસી લેતા દુકાનમાં સંતાડેલ રૂ.645ના 43 ગોગો પેપરના રોલ મળી આવતા પોલીસે દુકાનના કાઉન્ટર પર બેઠેલા મનીષ શામજી પટેલ (રહે,108 વેદ રેસીડેન્સી-મોડાસા)ને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

*INBOX : ગોગો પેપર શું છે*

ગુજરાતમાં અત્યારે “રોલિંગ પેપર” એટલે ‘ગોગા’ પેપરને લઈને પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. કારણ કે આ ‘ગોગા પેપર’નો સમગ્ર ભારતમાં ધૂમ્રપાન કરનારા લોકો વધુ ઉપયોગ કરે છે. આ પેપર 13gsm અલ્ટ્રા-પાતળા શુદ્ધ હેમ્પ પેપરથી બનેલા હોય છે. અલ્ટ્રા-થિન પરફેકશનથી બનતા આ પેપર ખૂબ પાતળા હોય છે. એકરીતે તે બટર પેપર જેવા લાગે છે. ગોગો પેપર્સનો રોલ કરી બોક્સમાં ભરવામાં આવે છે તેમજ જુદા-જુદા આકારમાં તેનું વેચાણ થાય છે. અને આ રોલિંગ પેપર્સની અંદર ગાંજો ભરવામાં આવે છે. ગોગો પેપર્સને જુદા-જુદા શેપમાં ફોલ્ડ કરી અંદર હાનિકારક ગાંજો ભરાય છે. પાન ગલ્લા અને ઓનલાઈન સાઈટ પર ખુલ્લેઆમ આ ગોગો પેપર્સનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસ વેપારીઓને આ પેપર્સ ન વેચવા માટે સમજાવી રહ્યા છે.

*INBOX : ગાંજાનું વેચાણ કરવાનો નવો કિમીયો*

યુવાનો ગોગો પેપરની ધૂમ ખરીદી કરી રહ્યા છે. ગાંજો જેવા નશીલા પદાર્થ ગુજરાતમાં પ્રતિબંધિત છે. પરંતુ આ રોલિંગ પેપર્સ દ્વારા ગાંજાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. ગોગો પેપરને લઈને ભારતમાં હજુ સ્પષ્ટ કાયદો નથી. એટલે જ વેપારીઓ આ બાબતનો લાભ લઈ ગોગો પેપરના ઓઠા હેઠળ ગાંજાનું વેચાણ કરી રહ્યા છે. યુવાનો આ નશીલા પદાર્થ માટે સરળતાથી ઓનલાઈન ખરીદી કરવા લાગ્યા છે. આ બાબત સામે આવ્યા બાદ પોલીસ પણ હવે એકશનમાં આવી છે. અને લોકોને પણ અપીલ કરી છે કે દુકાનદાર કે ઓનલાઈન પ્લેટફોર્મ આવા પ્રતિબંધિત કાગળોનું વેચાણ થતું જાણવા મળે તો પોલીસને જાણ કરે. ગુજરાત પોલીસે ગોગો પેપરને લઈને મેગા ઓપરેશન હાથ ધર્યું છે. અને ઓનલાઇન સપ્લાય ચેઈન અને છૂટક વેચાણ કરતા વિક્રેતાઓ પર તવાઈ બોલાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!