33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી SOGએ શામળાજી પંથકમાંથી ગોગો પેપર વેચનાર બેને દબોચ્યા,રૂપિયા 9600ના GOPRO પેપર...

અરવલ્લી SOGએ શામળાજી પંથકમાંથી ગોગો પેપર વેચનાર બેને દબોચ્યા,રૂપિયા 9600ના GOPRO પેપર જપ્ત

0
61

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્રએ નશાના કાળા કારોબારીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી દોડાદોડી કરી રહી છે રાજ્ય સરકારે
નશાના સેવન માટે વપરાતા પેપર સ્મોકિંગ કોન (એટલે કે, ગોગો પેપર) સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોવાથી પ્રતિબંધ લાધ્યો હોવાથી જીલ્લા પોલીસે લાલ આંખ કરી પાનગલ્લા તેમજ કિરાણા સ્ટોર્સ પર કડક તપાસ શરૂ કરી છે. ગેરકાયદે રીતે આ પેપરનું વેચાણ કરનારા તત્ત્વો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જીલ્લા એસઓજી પોલીસે શામળાજી પંથકમાં હાઇવે પર ગોગો પેપર કોન વેચાતા બે શખ્સોને ઝડપી પાડી 13 ગોગો પેપર રોલ જપ્ત કર્યા હતા

અરવલ્લી એસઓજી પોલીસે શામળાજી અને ટીંટોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ અમદાવાદ-ઉદેપુર નેં.હા.નં.48 પર પેટ્રોલીંગ હાથધરી ગોગો પેપર વેચાણ કરતા શખ્સો સામે કાયદાનો ગાળિયો કસવા બાતમીદારો સક્રિય કરતા શામળાજી પોલીસ સ્ટેશનના ભવાનપુર નજીક મહાદેવ ઢાબાના પાન પાર્લર પર ગોગો પેપર રોલ વેચાણ થતું હોવાની બાતમી મળતાં ત્રાટકી ગોગો પેપરરોલના નંગ-6 કિં.રૂ.4350/-નો જથ્થો જપ્ત કરી નંદલાલ નાનાલાલ આહીર (રહે,મહાદેવ હોટલ ઢાબા,મૂળ રહે, હમીરગઢ-રાજસ્થાન)ની અટકાયત કરી હતી તેમજ ટીંટોઈ પોલીસ સ્ટેશનના અસાલ ગામ નજીક આવેલ કેલાવાલા હોટલ બાજુમાં કૃષ્ણ જનરલ સ્ટોર્સમાં બાતમીના આધારે રેડ કરતા 7 નંગ રૂ.5250/-ના જથ્થા સાથે કનૈયાલાલ મણીલાલ આહીર (રહે,કૃષ્ણ જનરલ સ્ટોર,મૂળ રહે,ગંગરાર-રાજસ્થાન)ને ઝડપી પાડી બંને શખ્સો સામે જાહેરનામાં ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!