33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લા શ્રમ વિભાગ અંતર્ગત આવતી યોજનાના ફોર્મ ભર્યા પછી, કેટલીવાર રીજેક્ટ...

અરવલ્લી જિલ્લા શ્રમ વિભાગ અંતર્ગત આવતી યોજનાના ફોર્મ ભર્યા પછી, કેટલીવાર રીજેક્ટ થાય છે ? શ્રમિકોની યોજનામાં પણ…..

0
82

શ્રમ વિભાગ અંતર્ગત આવતી યોજનાઓની ઓનલાઈન અરજી કેટલીવાર રીજેક્ટ થાય છે ?
કોણ કરે છે, વારંવાર અરજી રીજેક્ટ?
શ્રમિકોને જાણકારી આપવાની હોય કે પછી….
ઈ શ્રમ કાર્ડ કઢાવવા માટે પણ….
શ્રમ વિભાગ અંતર્ગત આવતી યોજનાઓની અરજી કર્યા પછી અરજીઓ પડતર ?
લાભાર્થીઓનો સર્વે કરીને પૂછપરછ કરવામાં આવે તો ખ્યાલ આવે કે, સરસ રીતે લાભ મળ્યો !!!

અરવલ્લી જિલ્લામાં સતત ભ્રષ્ટાચારની ફરિયાદીઓ ઉઠવા પામતી હોય છે, જેમાં ખાસ કરીને રેવન્યુ વિભાગ તો ચર્ચામાં રહે જ છે, પરંતુ હવે એવા વિભાગો, જે અંતર્યામી છે. આવા વિભાગો પર એટલા માટે કોઈનું ધ્યાન જતું નથી, કારણ કે, અહીં ભણેલા-ગણેલા લોકો અરજી કરતા નથી. આ વિભાગ સીધો જ શ્રમિકોની વિવિધ યોજનાઓ સાથે સંકળાયેલો છે. અરવલ્લી જિલ્લા શ્રમ વિભાગ હેઠળ આવતી શ્રમિકો માટેની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે ઈ-શ્રમ કઢાવવા માટે ઘણી જ તકલીફો લાભાર્થીઓને ભોગવવી પડે છે. એટલું જ નહીં વારંવાર ફોર્મ રીજેક્ટ કરી દેવામાં આવે છે, આ વિભાગમાં આઉટસોર્સના કર્મચારીઓની કામગીરી પર લાભાર્થીઓના સર્વે કરાવવામાં આવે તો દુધ નું દુધ અને પાણીનું પાણી થઈ શકે એમ છે.

શ્રમ વિભાગ હેઠળ આવતી યોજનાઓ
પ્રસુતિ સહાય યોજના
પ્રસુતિ સહાય યોજના અને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના
પ્રધાનમંત્રી જીવન બીમા યોજના
અંત્યેષ્ટી સહાય યોજના
અકસ્માત મૃત્યુ સહાય યોજના
શિક્ષણ સહાય
પી.એચ.ડી.યોજના
વિશિષ્ટ કોચિંગ યોજના
વ્યવસાયિક રોગોમાં સહાય યોજના
તબીબી સહાય યોજના
નાનાજી દેશમુખ આવાસ યોજના
કુશળ શ્રમિક સહાય યોજના

શ્રમિકોએ વિવિધ યોજનાઓના લાભ લેવા માટે ઓનલાઈન અરજી કર્યા પછી, તેના પર ત્યાં સુધી ધ્યાન આપવામાં આવતું નથી જ્યાં સુધી…. સુત્રો તરફથી એવી માહિતી મળી છે કે, જ્યાં સુધી વહીવટી ન થાય ત્યાં સુધી અરજી આગળ વધતી નથી અને વારંવાર રીજેક્ટ કરવામાં આવે છે. 16-09-2025 ની આવી જ એક અરજી 14 નવેમ્બર સુધીપડતર હતી, જેના પાછળનું કારણ પણ એક રહસ્ય હોઈ શકે છે. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓ પર લગામ લગાવવામાં આવે, તો આવી ઘણી જ તકલીફો દૂર થવાની શક્યતાઓ છે. શ્રમિકોને કંઈ ખબર ન પડે એટલા માટે તેનો ગેરલાભ ઉઠાવવામાં આવતો હોવાની રાવ ઉઠવા પામી છે. ગોળ મટોળ આઉટસોર્સિંગ કર્મચારીઓની બોલબાલ પણ વધવા લાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!