38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત શ્રી વિવેકાનંદ સેવા સમિતિ દ્વારા આમોદરા પ્રાથમિક શાળામાં ગરમ વસ્ત્રોનું વિતરણ

શ્રી વિવેકાનંદ સેવા સમિતિ દ્વારા આમોદરા પ્રાથમિક શાળામાં ગરમ વસ્ત્રોનું વિતરણ

0
52

આમોદરા (સાઠંબા) : શ્રી વિવેકાનંદ સેવા સમિતિ, આમોદરા દ્વારા શિયાળાની ઋતુ દરમિયાન બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે હેતુસર સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમ અંતર્ગત આમોદરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 297 વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સારસીયા, જુના શેઢા, નવાશેઢાં, ગબાજીનાંઘરા, આમોદરા અને પીપળીયા પ્રાથમિક શાળાઓ અને તેમની કુલ 11 આંગણવાડીઓના બાળકોને પણ સ્વેટર આપવામાં આવ્યા, જેથી કુલ 450 બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા

આ સેવા કાર્ય બદલ શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકમંડળ દ્વારા શ્રી વિવેકાનંદ સેવા સમિતિના તમામ દાતાશ્રીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમિતિ દ્વારા ભવિષ્યમાં પણ આવા સમાજોપયોગી સેવાકાર્યો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!