29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : દારૂના રસિયાઓ રડી પડે તેવા દ્રશ્યો, 93.19 લાખના દારૂ પર...

અરવલ્લી : દારૂના રસિયાઓ રડી પડે તેવા દ્રશ્યો, 93.19 લાખના દારૂ પર શામળાજી નજીક ખુલ્લા મેદાનમાં રોલર ફર્યું

0
62

બાયડ ડિવિઝનના બાયડ,ધનસુરા,આંબલિયારા,માલપુર અને સાઠંબા પોલીસે ઝડપેલ લાખ્ખો રૂપિયાનો શરાબ નાશ કરાયો

અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી બુટલેગરો વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગાંધીના ગુજરાતમાં ઠાલવી દારુબંધીને મજાક બનાવી દીધી છે નાના-મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં માંગો તે બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયરના ટીન મળી રહે છે જીલ્લા પોલીસતંત્ર બુટલેગરોના નાના-મોટા વાહનોમાં હેરાફેરી થતાં વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી બૂટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે

બાયડ ડિવિઝનના પાંચ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના 108 ગુન્હામાં ઝડપાયેલ વિદેશી દારૂનો નાશ કરવા કોર્ટ પાસે મંજૂરી માંગી બોટલ નંગ-34488 કિં.રૂ.9310085/-નો જથ્થો નાશ કરવા માટે શામળાજી નજીક આવેલ સેલટેક્સ ઓફિસની બાજુમાં ખુલ્લા મેદાનમાં ખસેડી ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવી દેતા મેદાનમાં દારૂની રેલમછેલ જોવા મળી હતી સમગ્ર વિસ્તાર વિદેશી દારૂ મહેક પ્રસરી હતી પોલીસે લાખ્ખો રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેતા સમગ્ર દ્રશ્ય દૂરથી નિહાળનાર દારૂના રસિયાઓ મધર દરોડો મહેંકતો હતો પરંતુ મેદાન પર રેલાઈ જતા દારૂના રસિયાઓ રડી પડે તેવાં દ્રશ્યો જોવા મળ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!