27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : SOGએ ટીંટોઈ નજીક નીલકંઠ પાન પાર્લરમાંથી ગોગા પેપર જપ્ત કર્યા,ગાંજો...

અરવલ્લી : SOGએ ટીંટોઈ નજીક નીલકંઠ પાન પાર્લરમાંથી ગોગા પેપર જપ્ત કર્યા,ગાંજો વેચનાર પેડલર પકડથી દૂર..!!

0
63
  • પોલીસે ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર વેચનારા પર તવાઇ બોલાવતા રૂ.10માં મળતા રોલિંગ પેપરના 30 રૂપિયા
  • પોલીસ ગાંજો,ચરસનું રેકેટ ચલાવતા પેડલરોના ચક્રવ્યુહને તોડી પાડવામાં સફળ કે નિષ્ફળ…!!
  • મોડાસા શહેરના જીલ્લા સેવાસદન આજુબાજુ અને બાયપાસ રોડ પર ગાંજો વેચતા પેડલરો બિન્દાસ્ત પડીકીઓ વેચી રહ્યા છે
  • સુષુપ્ત અવસ્થામાં આવેલા SOG માં હવે પ્રાણ પુરાયા, પહેલાની કામગીરી કરતા હવે સ્પીડ પકડાઈ!!

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે ગોગો પેપર કોન અને રોલિંગ પેપર વેચાણ કરનાર પાન પાર્લરો અને દુકાનોમાં તપાસ હાથધરી છે પોલીસે બાતમીદારો સક્રિય કરી ગોગો પેપર રોલ વેચાણ કરનાર પાન પાર્લર માલિકો સામે જાહેરનામાં ભંગ હેઠળ સખ્ત કાર્યવાહી કરતા ગોગો સ્ટીકનું વેચાણ કરનાર અને ગોગો સ્ટીક અને પેપર રોલનો ઉપયોગ કરી ગાંજો ફૂંકનારા નશેડીઓમાં ફફડાટ ફેલાયો છે જીલ્લામાં ગોગા પેપરનો વેપલો કરનાર પાન પાર્લર અને દુકાનદારો પોલીસરેડ પછી ગોગા પેપર કોન અને રોલનો ભાવ ત્રણ થી ચાર ગણા વધારી દીધા છે

અરવલ્લી SOG પોલીસે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં
રાજ્ય સરકારના હુકમ મુજબ જાહેરનામાનો ભંગ કરનાર હોટેલ, પાન પાર્લર,અને ઢાબા પર ચેકિંગ હાથધરતા ફૂટા વિસ્તારમાં પહોંચતા મોડાસા શામળાજી હાઇવે પર આવેલ નીલકંઠ હોટલના પાન પાર્લર પર ગોગા પેપરનું વેચાણ થતું હોવાની બાતમી મળતા તાબડતોડ નીલકંઠ હોટલની અંદર આવેલ નીલકંઠ પાન પાર્લરમાં તપાસ હાથધરતા ગાંજા,ચરસના નશામાં ઉપયોગમાં લેવા આવતા 630 રૂપિયાનું ગોગા પેપર બોક્સ મળી આવતા પોલીસ પાન પાર્લર ચલાવતા અરકમ ઇરફાન સિદ્ધપુરા (રહે, નીલકંઠ પાન એન્ડ પ્રોવિઝન પાર્લર,મૂળ રહે,134 બગાવાસ, મજાદાર-બનાસકાંઠા)ને દબોચી લઇ જાહેરનામાં ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!