28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા નગરપાલિકા માં નવીન 5 વાહનોનો ઉમેરો, ડૉર ટુ ડૉર...

અરવલ્લી : મોડાસા નગરપાલિકા માં નવીન 5 વાહનોનો ઉમેરો, ડૉર ટુ ડૉર કલેક્શન માટે નવા વિસ્તારોમાં પહોંચશે

0
154

અરવલ્લી જિલ્લાના મોડાસાના નગરપાલિકાનો અ વર્ગમાં સમાવેશ થયા પછી, સરકાર દ્વારા વિકાસલક્ષી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે મોડાસા નગર પાલિકાનો વિસ્તાર વધતા, હવે વિવિધ વાહનોની પણ ફાળવણી કરવામાં આવી રહી છે. થોડા સમય અગાઉ મોડાસા નગર પાલિકા વિસ્તારમાં સબલપુર, ખલીકપુર અને સાયરા ગ્રામ પંચાયતનો વિસ્તાર મોડાસા નગર પાલિકામાં સમાવેશ થયો હતો. હવે આ વિસ્તારોમાંથી ડોર ટૂ ડોર કલેક્શન માટે નવીન પાંચ વાહનો અને એક કૉમ્પેક્ટર મશિનની ફાળવણી કરવામાં આવતા તેને કાર્યરત કરવામાં આવ્યા છે.

મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલા વિવિધ વોર્ડ અને તેમાં આવેલી સોસાયટીઓમાં ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે મોડાસા નગર પાલિકા દ્વારા ડોર ટૂ ડોર કલેક્શન માટે નાના-મોટા વાહનો કાર્યરત છે.  હવે, નવા વિસ્તારનો સમાવેશ થતાં, તમામ સોસાયટી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ડોર ટૂ ડોર કલેક્શન માટે મોડાસા નગરપાલિકામાં પાંચ જેટલા નવા વાહનો વસાવામાં આવ્યા છે, જેને કાર્યરત કરાયા છે. આ સાથે જ આગામી દિવસોમાં નવીના પાંચ જેટલા વાહનો આવશે, તેવું મોડાસા નગર પાલિકા પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું હતું. નવીન આવેલા ડોર ટુ ડોર કલેક્શન વાહનોને ડમ્પીંગ સાઈડથી લીલી ઝંડી બતાવીને કાર્યરત કરવામાં આવ્યા હતા, જેમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ નિરજ શેઠ, સેનેટરી વિભાગના ચેરમેન આશિષ પટેલ, કારોબારી અધ્યક્ષ અતુલભાઈ જોશી, ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ સહિતા મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ સહિત કર્મચારીઓ ની ઉપસ્થિતિમાં તમામ વાહનોને કાર્યરત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!