33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી ગિરીમાળાઓ બચાવો અભિયાન : ભિલોડામાં રેલી યોજી મામલતદાર ને આવેદન

અરવલ્લી ગિરીમાળાઓ બચાવો અભિયાન : ભિલોડામાં રેલી યોજી મામલતદાર ને આવેદન

0
69

અરવલ્લીના પથ્થરો કંકરમાં શંકર સમાન…
પર્વતમાળાનો નાશ થશે તો આગામી પેઢીઓનું જીવન મુશ્કેલ બનશે…
અરવલ્લીની ગિરીમાળા બચાવવાનો સંકલ્પ…
અરવલ્લીની ગિરીમાળા બચાવો અભિયાન અંતર્ગત ભિલોડા તાલુકા મથકમાં રેલી નિકળી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું

ગુજરાત રાજયની પ્રાચિન ધરોહર સમાન અરવલ્લીની ગિરીમાળાઓનું સવિશેષ મહત્વ ધરાવે છે.અરવલ્લીની વિશાળ પર્વતમાળા પર સંકટ સામે ચોમેર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે.અરવલ્લીની પર્વતમાળા નષ્ટ થશે તો પ્રકૃતિને ભરપુર નુકસાન થશે, અરવલ્લીની અડીખમ પ્રાચિન પર્વતમાળા બચાવવા પ્રકૃતિ પ્રેમીઓ આક્રમક મુડમાં જોવા મળી રહ્યા છે.

અરવલ્લીની ગિરીમાળા બચાવો અભિયાન અંતર્ગત ભિલોડા તાલુકા મથકમાં હાથમતી નદીના બ્રિજ પાસે નીરસાગર પ્લાઝામાં સર્વે સમાજના રાજકીય, સામાજીક આગેવાનોએ એકત્રિત થઈ રેલી દરમિયાન જોરશોરથી સુત્રોચ્ચાર પોકાર્યા હતા.ભિલોડા મામલતદાર કચેરીમાં મામલતદાર બી.જી.ડાભી ને આવેદન પત્ર અર્પણ કર્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આદિવાસી ડિપાર્ટમેન્ટ સેલના ચેરમેન રાજેન્દ્રભાઈ પારઘી, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અરૂણભાઈ પટેલ, ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કાંતિલાલ ખરાડી, સતિષભાઈ તબિયાર, રાહુલકુમાર ગામેતી, સામાજીક આગેવાન બાબુભાઈ ખાણમા, મુકેશભાઈ પટેલ, દિલીપભાઈ અસારી, જયેશભાઈ ઠાકોર, ગુલાબભાઈ પરમાર સહિત કોંગ્રેસના હોદ્દેદારો, સામાજીક સંસ્થાઓના હોદ્દેદારો, કાર્યકરો સહિત વેપારીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.
કેન્દ્ર સરકાર ફેર વિચારણા કરીને સુપ્રીમ કોર્ટ ને દરમિયાન ગિરી કરીને નિર્ણય ફેર બદલ નહિ કરે તો આગામી સમયમાં જરૂર પડે તો જલદ આંદોલનું રણશિગું ફુંકાશે, વિરોધ પ્રદર્શનના વિશેષ કાર્યક્રમો આપવામાં આવશે તેવી ગર્ભિત ચિમકી ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!