33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines મહીસાગર: બાલાસિનોર માં કમળા નો કહેર, આરોગ્ય વિભાગની ટીમ દોડતી

મહીસાગર: બાલાસિનોર માં કમળા નો કહેર, આરોગ્ય વિભાગની ટીમ દોડતી

0
57

મહીસાગર જિલ્લાના બાલાસિનોર પ્રાંતમાં છેલ્લા કેટલાક દિવસોથી હિપેટાઇટિસ A એટલે કે કમળા ના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. રોગચાળાની આ ગંભીર સ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પરિસ્થિતિ પર સીધી દેખરેખ રાખવા માટે મહીસાગર જિલ્લા કલેક્ટરે બાલાસિનોરની રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની આકસ્મિક મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરે હોસ્પિટલમાં દાખલ હિપેટાઇટિસ A ના દર્દીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. તેમણે દર્દીઓને મળી રહેલી સારવારની ગુણવત્તા અંગે હોસ્પિટલ પ્રશાસન પાસેથી વિગતો મેળવી હતી અને સંતોષ વ્યક્ત કર્યો હતો.

રોગચાળાને કાબૂમાં લેવા માટે કલેક્ટરે આરોગ્ય અધિકારીઓ અને હોસ્પિટલ સ્ટાફને નીચે મુજબની મહત્વની સૂચનાઓ આપી હતી. કોઈપણ દર્દીની સારવારમાં કચાશ ન રહેવી જોઈએ અને ગંભીર દર્દીઓ પર વિશેષ ધ્યાન આપવું. હોસ્પિટલમાં જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક જાળવી રાખવો જેથી દર્દીઓને હાલાકી ન પડે. બાલાસિનોર પ્રાંતમાં જે વિસ્તારોમાં કેસો વધુ છે ત્યાં સર્વેલન્સ વધારવું અને દૂષિત પાણી તેમજ સ્વચ્છતા અંગે કડક તપાસ કરવી.

તંત્ર દ્વારા રોગચાળાને ફેલાતો અટકાવવા માટે પાણીના ક્લોરિનેશન અને શુદ્ધતા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને ખોરાકની સ્વચ્છતા રાખવા અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!