38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સુરેન્દ્રનગર જમીન કૌભાંડ : પૂર્વ કલેક્ટર સામે ACB એ અપ્રમાણસર મિલકત નો...

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ : પૂર્વ કલેક્ટર સામે ACB એ અપ્રમાણસર મિલકત નો ગુનો નોંધ્યો

0
59

સુરેન્દ્રનગરના કલેક્ટર સહિત ચાર કર્મચારીઓ વિરુદ્ધ જમીનને બિનખેતી કરવાના કૌભાંડના મામલે એસીબીએ ગુનો નોંધ્યો છે. હાલ એસીબી દ્વારા સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલની મિલકત, બેંક ઉપરાંત લોકર અંગેની તપાસ કરવા માટે એસીબીના નિયમનુસાર સરકાર પાસે મંજૂરી લીધા બાદ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

ઈડીની સુરેન્દ્રનગરમાં તપાસ બાદ હવે કરોડો રૂપિયાનાં જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગરમાં બિનખેતી જમીન રૂપાંતરણમાં આશરે 1500 કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનો આરોપ છે. ઈડીની તપાસના આધારે એસીબીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 સરકારી કર્મી સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક !!!
તપાસમાં બહાર આવ્યું છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ધમધમતુ હતું. આ પહેલા ઈડીએ ૧૬ કલાક સુધી તપાસ કરીને કલેક્ટરના નિવાસસ્થાનેથી ૧૦૦ થી વધુ ફાઈલ જપ્ત કરી હતી અને નાયબ મામલતદારના ઘરેથી ૬૭.૫૦ લાખની રોકડ ઝડપી હતી. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે.

સુરેન્દ્રનગરના કલેક્ટરને પદ પરથી હટાવી DDO ને કલેક્ટરનો ચાર્જ
સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ આઠ દિવસની રિમાન્ડ મેળવીને તપાસ માટે દીલ્હી લઈ ગયા છે. ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે અને ઓફિસમાંથી નામ સાથે મળેલી સીટો અંગે પુછપરછ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલમાંથી મળેલા વ્યવહારોમાં ગુજરાતના એક ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓ ઈડીની તપાસમાં સામેલ થવાનો વારો આવે તેમ છે.

ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ
ઈડીના અધિકારીઓએ દરોડા દરમ્યાન મોરી અને મોરી સાથે કામ કરતા સ્ટાફના ત્યાંથી મળેલા દસ્તાવેજોમાં કેટલા પાસેથી નાણાં મળ્યા અને કેટલાના બાકી છે તે બાબતે પણ એસીબીને જાણ કરી હોવાનું જાણવા મળે છે. એસીબીના અધિકારીઓ દ્વારા નોંધેલ ફરિયાદના આધારે સરકાર પાસે તપાસ માટે મંજૂરી મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જયારે ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ પણ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!