27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines Impact : મોડાસા બસ સ્ટેશનમાં બનેલી રીલ ડિલિટ !!!! બાળકોને સંભાળજો, નહીંતર...

Impact : મોડાસા બસ સ્ટેશનમાં બનેલી રીલ ડિલિટ !!!! બાળકોને સંભાળજો, નહીંતર વાલી એ માફી માંગવાનો વારો ન આવે….

0
65

થોડા સમય પહેલા મોડાસા બસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીઓને જોઈને અભદ્ર કમેંટ સાથે બની હતી રીલ
મોડાસા ટાઉન પોલિસ સ્ટેશનના પી.આઈ. ડી.બી.વાળા તેમજ તેમની ટીમે ગંભીર નોંધ લીધી
ખોટી રીલ બનાવનાર છપરીઓ હવે ચેતી જજો, નહીંતર ગયા…
રીલ બનાવશે બાળકો અને ભોગવવું પડશે પરિજનોએ…

અંકિત ચૌહાણ/જય અમીન
સોશિયલ મીડિયાનો ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે, તો તેનાથી ઘણાં ફાયદા થતાં હોય છે, પરંતુ કેટલાક લોકો તેનો દુરૂપયોગ કરતા પરિવારજનોએ નીચું જોવાનો વારો આવતો હોય છે. આવું જ કંઈક અરવલ્લી જિલ્લામાં થોડા સમય પહેલા બન્યું હતું. મોડાસા બસ સ્ટેશનમાં કેટલા છપરી લોકોએ વિદ્યાર્થિનીઓને જોઈને અભદ્ર રીલ બનાવી હતી, જે અંગે મેરા ગુજરાતે (અરવલ્લી: મોડાસા બસ સ્ટેશનમાં Insta છપરીઓનો ત્રાસ, સ્કૂલ વિદ્યાર્થિનીઓને જોઈને અભદ્ર ટેક્સ્ટ સાથે રીલ http://sh028.global.temp.domains/~renewedm/MeraGujarat/news/39547/)આ અહેલા પ્રસિદ્ધ કર્યો હતો, જેને લઇને મોડાસા ટાઉન પોલિસે તપાસ કરતા, કેટલાક યુઝર્સ હતા, જેને લઇને આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પરથી ડિલિટ કરાવ્યો હતો.

સમગ્ર અહેવાલને લઇને પોલિસે ગંભીર નોંધ લીધી હતી અને વીડિયો બનાવનાર અને અપલોડ કરનારે શોધી કાઢ્યા હતા અને વીડિયો ડિલિટ કરાવ્યો હતો. એટલું જ નહીં માફી પણ મંગાવી હોવાની વિગતો મળી છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં સ્કૂલ-કોલેજના સગીર બાળકો પર વાલીએ ધ્યાન રાખવું જરૂરી છે, નહીંતર વાલીએ માફી માંગવાનો વારો આવી શકે એમ છે. તેમના બાળકો સોશિયલ મીડિયા પર કેવી રીતે વીડિયો બનાવે છે અને અપલોડ કરે છે, તે માહિતી પણ પરિવારજનોએ રાખવી જોઈએ, કારણ કે, શોખ અને પ્રસિદ્ધ થવાની લ્હાયમાં મોટી મુશ્કેલી વેઠવાનો વારો ન આવે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!