27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines New Year : અરવલ્લી જિલ્લા પોલિસ સતર્ક, મોડાસા ટાઉન પોલિસે એક સપ્તાહમાં...

New Year : અરવલ્લી જિલ્લા પોલિસ સતર્ક, મોડાસા ટાઉન પોલિસે એક સપ્તાહમાં પ્રોહિબિશનના 43 કેસ કર્યા

0
63

અંકિત ચૌહાણ/જય અમિન
31 ડિસેમ્બર (થર્ટી ફર્સ્ટ)ના અનુસંધાને અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલા દ્વારા પ્રોહિબીશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

ઉચ્ચ અધિકારીઓની ખાસ સૂચનાઓને ધ્યાનમાં રાખીને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળાની આગેવાની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટરો અને પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો રચી શહેર તથા આસપાસના વિસ્તારોમાં રેઇડ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચોરી છુપીથી દારૂ વેચાણ તથા સંગ્રહ કરનાર ઇસમો સામે કાર્યવાહી કરતા છેલ્લા એક સપ્તાહમાં દેશી અને વિદેશી દારૂના કુલ 30 પ્રોહિબીશન કેસ નોંધવામાં આવ્યા છે.

આ, ઉપરાંત મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ નાકા પોઇન્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરી ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ના કુલ 13 કેસ નોંધવામાં આવ્યા છે. આ રીતે મોડાસા ટાઉન પોલીસ દ્વારા પ્રોહિબીશન અંતર્ગત કુલ 43 કેસો કરવામાં આવ્યા છે અને હાલમાં પણ આ કાર્યવાહી સતત ચાલુ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!