27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : ખાણખનીજ વિભાગને માઝૂમ નદીમાં ખનીજ ખનન જોવાનો સમય નથી જીલ્લાની...

અરવલ્લી : ખાણખનીજ વિભાગને માઝૂમ નદીમાં ખનીજ ખનન જોવાનો સમય નથી જીલ્લાની તો વાત છોડો..!!

0
72

રોયલ્ટી ઇન્સ્પેક્ટરોને ખબર જ નથી કે માઝૂમ નદીમાં ખનન થઇ રહ્યું છે તે અંગે જાણ નથી
રોયલ્ટી ઇન્સ્પેકટરોનું રટણ તપાસ કરી કહું સામે થી ફોન કરીશું પરંતુ હવે તો ફોન પણ નથી ઉઠાવતા
મોડાસા શહેરના સ્મશાન પાછળ માઝૂમ નદીમાં ખનીજનું ખનન થતું હોય ને જો તંત્રને ખબર જ ન હોય તો જીલ્લો રામભરોશે કે શું…?
માઝૂમ નદીના કિનારે બનતા રિવરપાર્ક માટે શું કોન્ટ્રાકટર નદીમાંથી કાંકારાનું ખનન કરી શકે..?

અરવલ્લી જીલ્લામાં ઠેર ઠેર ગેરકાયદેસર ખનન થઇ રહ્યું છે જીલ્લામાં કોઈ રણીધણી જ ન હોય તેવો અહેસાસ પ્રકૃત્તિ પ્રેમીઓ અહેસાસ અનુભવી રહ્યા છે ખનન માફિયાઓ સામે તંત્ર નતમસ્તક હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

મોડાસા શહેરના પ્રવેશદ્વારે માઝૂમ નદીના કિનારે કરોડો રૂપિયાના ખર્ચે રિવરપાર્ક આકાર લઇ રહ્યો છે રિવારપાર્ક બનાવવા કોન્ટ્રાકટર આડેધડ માઝૂમ નદીમાંથી કાંકરો કાઢીને નજીકમાં પુરણ કરી રહ્યો છે નદીમાં મોટો ખાડો ખોદી દેવાયો છે,જેની ચર્ચાઓ સમગ્ર શહેરમાં ચાલી રહી છે, પણ અહીં સવાલ એ છે કે, અહીં એજન્સી એ મંજૂરી મેળવી છે કે નહીં?

મોડાસા શહેરના પ્રવેશદ્વારે માઝૂમ નદીના કિનારે
નિર્માણ થઇ રહેલ રિવારપાર્કમાં માઝૂમ નદીની ઘોર ખોદાઈ રહી છે માઝૂમ નદીમાંથી કોન્ટ્રાકટર બેફામ કાંકરો ઉલેચી લેતા મોટા મોટા ખાડા પડી ગયા છે જોકે માઝૂમ નદીમાંથી થતા ખનીજના ખનનથી ખાણ વિભાગ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર સંજયભાઈ અને વિજયસિંહનો આ અંગે ટેલિફોનિક સંપર્ક કરતા ચેક કરી ને કહું કે માઝૂમ નદીમાંથી કોન્ટ્રાકટરે ખનનની મંજૂરી લીધી છે કે નહીં તે અંગે ફોન ઉપાડવાનું પણ બંધ કરતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે

લો બોલો…ખાણખનીજ કચેરીથી 2.5 કિલોમીટર ના અંતરે માઝૂમ નદીમાં ખનન અંગે જાણ નથી..!!
મોડાસા શહેરને અડીને પસાર થતી માઝૂમ નદીના કિનારે નિર્માણ થતા રિવારપાર્ક માટે નદીમાં બેફામ રીતે એજન્સી ખનીજનું ખનન કરી રહી છે રોડ પરથી પસાર થતા લોકોને ખનન થઇ રહ્યું હોવાનું નરી આંખે દેખાઈ રહ્યું છે જોકે ખાણખનીજ વિભાગની ધૂતરાષ્ટ્ર નીતિ અપનાવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!