27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લા પંચાયત RNB નિષ્ફળ !!! દરખાસ્ત કરે છે અને ભૂલી જાય...

અરવલ્લી જિલ્લા પંચાયત RNB નિષ્ફળ !!! દરખાસ્ત કરે છે અને ભૂલી જાય છે, શિણાવાડ ગામે મેટલ પાથર્યે 15 વર્ષ થયા…….

0
127

મંત્રી આવવાના હોય તો કોન્ટ્રાક્ટર્સ ને દબાવીને રાતોરાત રોડ બનાવી દેવાય, તો આ કેમ નહીં?
કેટલાય કિસ્સાઓમાં માર્ગ અને મકાન વિભાગ, અરવલ્લી જિલ્લા પંચાયત નિષ્ફળ !!!
અધિકારીઓ પ્લાન્ટ પર બેસી રહે છે અને પછી….!!!
સાઈટ પર શું ચાલે છે તે તો ભગવાન જાણે
નાના રોડ બનાવવામાં રસ નથી, એટલે મોટા રોડમાં લગન થી કામ કરે છે,,, પણ સ્વાર્થ માટે !!!!!

અંકિત ચૌહાણ/જય અમીન
થોડા સમય પહેલા એક ફિલ્મ આવી હતી, જેમાં એક પાત્ર હતું, જે થોડો સમય થાય અને ભૂલી જાય, એટલે કે, શોર્ટ ટર્મ મેમરી લોસ… બસ આવી જ હાલત માર્ગ અને મકાન વિભાગ અરવલ્લી જિલ્લા પંચાયતની છે. હવે તો વાત જ જવા દો…. આવું એટલા માટે કે, 15 વર્ષથી મોડાસા તાલુકાના શિણાવાડ ગામે રોહિતનગરથી રતનપુર સુધીનો રસ્તો બનતો નથી. 1300 મીટરનો રોડ કેમ જાણે કોના પાપે અટકી ગયો છે, તે સમજાતું નથી. વર્ષ 2022 માં આ રોડ અંગે દરખાસ્ત અમદાવાદ વર્તુળ કચેરી ખાતે મોકલવામાં આવી છે, જોકે અધિકારીઓ લોકોને મીડિયાને પૂછે છે કે, કેમ અટક્યો છે ?

મોડાસા તાલુકાના શિણાવાડ ગામે પંદર-પંદર વર્ષથી રોડની સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત બન્યા છે. ગ્રામજનોનો આરોપ છે કે, કેટલાય સમયથી પ્રાથમિક સુવિધા આપવામાં, જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ ઊંડુ ઉતર્યું નથી. કેટલાય લોકોના અવર-જવરનો તેરસો મિટરનો રોડ આજદિન સુધી કેમ બન્યો નથી, તેવા સવાલો તેમણે કર્યા છે.
મહિલાઓ ફરિયાદ કરતા, જણાવે છે કે, ચોમાસું હોય કે, સામાન્ય દિવસો, અહીંથી પસાર થવું પણ અઘરૂ છે. ખેત મજૂરી કરતી મહિલાઓ, જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીમાં બેઠેલા અધિકારીઓને આજીજી કરી રહી છે, કે તેમને રસ્તો ક્યારે મળશે. અધિકારીઓ પાસે, એટલો સમય નથી કે, તેઓ આ વિસ્તારની મુલાકાતથી વાકેફ થાય.

શિણાવાડ ગામે રોહિતનગરથી રતનપુર સુધીના રોડ બનાવવા માટે 19-09-2022 ના રોજ માર્ગ અને મકાન વિભાગ, અરવલ્લી જિલ્લા દ્વારા અમદાવાદ વર્તુળ વિભાગમાં દરખાસ્ત મોકલી દેવાઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું, જોકે આ દરખાસ્ત બાબતે પૂછપરછ કરવાનો કોઈની પાસે સમય જ નથી. આ અંગે, મેરા ગુજરાતે, અરવલ્લી જિલ્લા પંચાયત, મોડાસા ડિવિઝનના ઈજનેર અજય પટેલનો સંપર્ક કરતા, રોડની દરખાસ્ત બાબતે પૂછપરછ કરી હતી. તેમણે પૂછ્યું કે, વહીવટી મંજૂરી મળી છે ??? આનો મતલબ એ થયો કે, દરખાસ્ત મોકલ્યા પછી, તપાસ કરવાની જવાબદારી ગ્રામજનોની છે, નહીં કે અધિકારીઓની.

મંત્રીઓ આવવાના હોય, તો કોન્ટ્રાક્ટર્સ ને દબાવીને કેમ રોડ રાતોરાત ચકાચક કરી દેવાય છે ? શું કોન્ટ્રાક્ટર્સ જ કમાઈ કરીને આપે છે કે શું ? લોકો ટેક્સ નથી ભરતા કે પછી, અહીં કામ કરવામાં અધિકારીઓને રસ નથી, તેવા સવાલો પણ ઉદભવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!