27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines BZ કૌભાંડ : CID ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાના પિતા પરબતસિંહ ઝાલાની ધરપકડ થતાં...

BZ કૌભાંડ : CID ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાના પિતા પરબતસિંહ ઝાલાની ધરપકડ થતાં કૌભાંડીઓમાં ફફડાટ

0
84

 

હરસિદ્ધિ ફાઈનાસિયલ સર્વિસિસ અને R.K. એન્ટ્રપ્રાઈઝ સહિત અન્ય પોન્જી સ્કીમોની ઝીણવટભરી તપાસ કયારે..?
રોકાણકારો કોઠીમાં મોઢું નાખી રડી રહ્યા છે,કૌભાંડીઓ છુટ્ટા ખુલ્લેઆમ બહાર લક્ઝુરિયસ ગાડીઓમાં ફરી રહ્યા છે

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી રાતોરાત રોકાણકારોને લાખ્ખો-કરોડો પતિ થવાના દિવ્ય સ્વપ્ન બનાવતી અનેક લેભાગુ તત્ત્વો કંપનીઓ અને ઓફિસ કે દુકાનોના શટર ખોલી બેસી ગયા હતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં BZ ફાઇનાન્શિયલ સર્વિસીસ પોન્ઝી સ્કીમે ખળભળાટ મચાવ્યો હતો BZના સીઈઓ ભૂપેન્દ્ર સિંહ ઝાલા સામે ગુન્હો નોંધાયા બાદ નાસતો ફરતો હતો 27 ડિસેમ્બર 2024ના રોજ મહેસાણા જીલ્લાના દવાડા ગામ પાસેના એક ફાર્મહાઉસમાંથી કરવામાં આવી હતી આ પોન્ઝી સ્કીમમાં કેટલાક એજન્ટ અને કર્મીઓની ધરપકડ કરાઈ હતી ત્યારબાદ એક વર્ષ પછી તેના પિતા પરબતસિંહ ઝાલાની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

BZ ફાઇનાન્શિયલ સર્વિસીસ પોન્ઝી સ્કીમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને સહ આરોપીઓ જામીન પર હાલ બહાર છે સીઆઈડી ક્રાઇમની તપાસ ધીમી પડી ગઈ હોવાની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાના પિતા પરબતસિંહ ઝાલાની CID ક્રાઇમે ત્રણ-ચાર દિવસ અગાઉ ધરપકડ કરતા ભારે ચકચાર મચી હતી આ અંગે સીઆઇડી ક્રાઇમના પીઆઇએ પરબતસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી હોવાની વાતની પુષ્ટિ કરી હતી

વાંચો સમગ્ર BZ પોન્ઝી સ્કીમ પ્રકરણ..!!
2020થી 2024 સુધી BZ ફાઇનાન્શિયલ સર્વિસીસ (BZ Ponzi Scheme) અને BZ ગ્રુપના નામે ચાલતી આ સ્કીમમાં RBIની મંજૂરી વગર ડિપોઝિટ લેવામાં આવતી હતી. રોકાણકારોને વાર્ષિક 30-36% વ્યાજ તેમજ મોબાઇલ, ટીવી, ગોવા ટ્રિપ જેવી ગિફ્ટ્સની લાલચ આપવામાં આવતી હતી.

શરૂઆતમાં ₹6000 કરોડનો અંદાજ હતો, પરંતુ તપાસમાં લગભગ ₹450 કરોડના રોકાણની પુષ્ટિ થઈ છે. આમાંથી ₹172 કરોડથી વધુ રકમ રોકાણકારોને પરત નથી કરવામાં આવી.11,000થી વધુ રોકાણકારો, જેમાં શિક્ષકો, ક્રિકેટર્સ (ગુજરાત ટાઇટન્સના કેટલાક ખેલાડીઓ સહિત) અને અન્ય વર્ગના લોકોનો સમાવેશ થાય છે.ભૂપેન્દ્રસિંહ ઝાલા એક મહિના સુધી ફરાર રહ્યા બાદ ઝડપાયા. તેમની પૂછપરછમાં ક્રિપ્ટોકરન્સી અને વિદેશમાં રોકાણના ખુલાસા થયા છે. CIDએ 17 બ્રાન્ચીસ પર દરોડા પાડ્યા અને અનેક મિલકતો કબજે કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!