27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત પોષી પૂનમે શામળાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર : ગુજરાત, રાજસ્થાન અને MPના હજારો...

પોષી પૂનમે શામળાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર : ગુજરાત, રાજસ્થાન અને MPના હજારો ભક્તો ઉમટ્યા

0
53

અરવલ્લીની ગિરીમાળાઓ વચ્ચે બિરાજમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પોષી પૂનમના પાવન અવસરે મંદિરમાં બિરાજમાન ભગવાન કાળીયા ઠાકોરના દર્શનાર્થે કડકડતી ઠંડીમાં વહેલી સવારે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો ગુજરાત,રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા દીવ-દમણના પ્રશાશક પ્રફુલ પટેલ અને તેમના સમર્થકોએ શામાળીયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શામળાજી પોલીસે ટ્રાફિક વ્યવસ્થા અને ભક્તોની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો

હિન્દૂ ધર્મમાં પોષી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે આ ખાસ દિવસે ભગવાન કાળીયા ઠાકોરને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. હિરાજડીત મુગટ અને સોનાના આભૂષણોથી અલંકૃત કરવામાં આવ્યા હતા શામાળીયા ભગવાનને આકર્ષક વાઘા ધારણ કરવાવામાં આવ્યા હતા ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો અભિભુત બન્યા હતા ભક્તોએ વાજતે ગાજતે ધ્વજા અર્પણ કરી હતી

શામળાજી મંદિર પરિસરમાં અબાલ, વૃદ્ધ સહીત ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી ભક્તોએ મોટી સંખ્યામાં શણગાર આરતીનો લ્હાવો લીધો હતો પોષી પૂનમે વિવિધ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો કતારબદ્ધ રીતે દર્શન કરી શકે તે માટે ઉત્કૃષ્ટ વ્યસ્થા કરી હતી શામળાજી પોલીસ પોષી પૂનમે ખડેપગે ફરજ બજાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!