27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા ડુગરવાડા ચોકડી નજીક હિંદ પ્રોવિઝન સ્ટોરમાં સફી ખાનજી મોબાઈલમાં...

અરવલ્લી : મોડાસા ડુગરવાડા ચોકડી નજીક હિંદ પ્રોવિઝન સ્ટોરમાં સફી ખાનજી મોબાઈલમાં વરલી મટકાંનો જુગાર રમાડતો ઝડપાયો

0
63

અરવલ્લી જીલ્લા સહિત મોડાસા શહેરના વરલી મટકાનો જુગાર રમાડતા ખેલીઓ હવે હાઈટેક બન્યા છે કાગળ પર આંકડા લખી રમાડતો વરલી મટકાના જુગારનું સ્થાન હવે મોબાઇલ અને લેપટોપે લીધું છે વોટ્સએપ સહિત અન્ય સોશ્યલ મીડિયા એપ્લિકેશનમાં કટિંગ લઈને જુગાર રમાડતા ખેલીઓ વધી રહ્યા છે મોડાસા ટાઉન પોલીસે ડુગરવાડા ચોકડી નજીક હિંદ પ્રોવિઝન અને પાન પાર્લરની દુકાનમાં મોબાઇલ પર વરલી મટકાંનો અંક ફેરનો જુગાર રમાડતા સફી ખાનજીને દબોચી લીધો હતો વરલી મટકાના જુગારમાં સામેલ મેઘરજના આસિફ લુહારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન
પીઆઈ વાળા અને તેમની ટીમે કોલેજ રોડ પર પેટ્રોલીંગ હાથધારી જુગાર અને વરલી મટકાનાં આંક ફેરનો જુગાર રમાડતા શખ્સોને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા ડુગરવાડા ચોકડી નજીક હિંદ પ્રોવિઝન અને પાન પાર્લર નામની દુકનનો માલિક સફી દાઉદભાઈ ખાનજી મોબાઈલમાં વરલી મટકાના આંક ફેરનાં આંકડા લખી જુગાર રમાડતો હોવાની બાતમી મળતાં ટાઉન પોલીસ તાબડતોડ હિંદ પ્રોવિઝન અને પાન પાર્લરમાં સફી ખાનજીને મોબાઇલમાં આંક ફેરના જુગારના આંકડા લખતો રંગે હાથે દબોચી લઇ તેની પાસેથી રૂ.400 અને મોબાઈલ મળી રૂ.4400નો મુદ્દામાલ જપ્ત કરી વરલી મટકાના જુગારના અસલી ખેલાડી મેઘરજના આસિફ લુહાર સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધારી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!