27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : ભિલોડાના ધોલવાણી નજીક કાર ચાલકે બુલેટને ટક્કર મારતા બે આશાસ્પદ...

અરવલ્લી : ભિલોડાના ધોલવાણી નજીક કાર ચાલકે બુલેટને ટક્કર મારતા બે આશાસ્પદ યુવકોના મોત,1 ઇજાગ્રસ્ત

0
86

ગમખ્વાર અકસ્માત સર્જનાર કાર ચાલકને પોલીસે ઝડપ્યો, અકસ્માત સ્થળના સીસીટીવી ફુટેજ તપાસ માટે લીધા
હિટ એન્ડ રનની ઘટના અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા,કાર ચાલકને કડક સજા કરવામાં આવેની લોક માંગ

અરવલ્લી જીલ્લા સહિત સમગ્ર દેશમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે વાહન ચાલકો ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી બેફામ સ્પીડે વાહન હંકારી નિર્દોષ લોકોનો ભોગ લઇ રહ્યા છે ભિલોડા તાલુકાના ધોલવાણી ગામ નજીક કાર ચાલકે બુલેટને ધડકાભેર ટક્કર મારતા બાઈક સવાર બે આશાસ્પદ યુવકોના સારવાર દરમિયાન મોત નિપજતા ભારે કરૂણતીકા સર્જાઈ હતી એક યુવક હજુ સારવાર હેઠળ છે બે યુવકોના પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી પોલીસે બંને મૃતકોની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, ભિલોડાના ધોલવાણી નજીક રાત્રિના સુમારે ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી ભૂતાવડ ગામના મયુર ખરાડી,મનોજ પાંડોર અન્ય એક મિત્ર સાથે બુલેટ લઇ કામકાજ અર્થે નીકળ્યા હતા ધોલવાણી નજીક યમદૂત બની ફૂલ સ્પીડે આવતી કાર સાથે બુલેટ ભટકાતા ત્રણે યુવકો રોડ પર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ત્રણે યુવકોને સારવાર અર્થે દવાખાને ખસેડતા મયુર ખરડી અને મનોજ પાંડોરનું સારવાર દરમિયાન પ્રાણપંખેરું ઉડી ગયું હતું અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને વધુ સારવાર અર્થે હિંમતનગર દવાખાને ખસેડાયો હતો બે યુવકોના મોતને પગલે ભૂતાવાડ ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

ભિલોડા પોલીસે ધોલવાણી નજીક અકસ્માતમાં બે યુવકોના મોત નિપજતા બંને યુવકોના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી કાર ચાલકની અટકાયત કરી અકસ્માતે મોત નો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધારી હતી પોલીસે અકસ્માત સ્થળ અને આજુબાજુ વિસ્તારમાં લાગેલ સીસીટીવી રેકોર્ડિંગનું એનાલિસિસ હાથધર્યું હતું કાર ચાલક સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવેની પરિવારજનોએ માંગ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!