27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : હદ થઈ હો..શામળાજી નજીક નવજીવન હોટલ સંચાલકે કમ્પાઉન્ડમાં ગાંજાની ખેતી...

અરવલ્લી : હદ થઈ હો..શામળાજી નજીક નવજીવન હોટલ સંચાલકે કમ્પાઉન્ડમાં ગાંજાની ખેતી કરી SOGએ પર્દાફાશ કર્યો

0
51

છેલ્લા કેટલાય સમયથી અરવલ્લી જીલ્લામાં ગાંજાની ખેતી વધી રહી છે ગાંજાના વ્યસનમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે જીલ્લા પોલીસતંત્ર માટે ગાંજાનો વેપલો અને વાવેતરનું નેટવર્ક પડકાર રૂપ બની રહ્યું છે અલગ અલગ વાવેતરની આડમાં ગાંજાના વાવેતર કરવાના કેસમાં વધારો થઈ રહ્યો છે ગાંજાની ખેતીમાં મબલક કમાણીની લાલચમાં શામળાજી નજીક નવજીવન હોટલ સંચાલકે હોટલની પાછળ ગલગોટાના છોડની વચ્ચે ગાંજાની ખેતી કરતા એસઓજી પોલીસે ત્રાટકી 87 હજારનો ગાંજાના બે છોડ સાથે સંચાલક નિમેશ ત્રિવેદીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOGએ શામળાજી પોલીસને ઉંઘતી રાખી હોટલ કમ્પાઉન્ડમાંથી ગાંજાની ખેતી ઝડપી પાડી હતી એસઓજીને શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારછા ગામની સીમમાં આવેલ નવજીવન હોટલના રસોડાની પાછળ કમ્પાઉન્ડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યુ હોવાની બાતમી મળતાં તાબડતોડ નવજીવન હોટલમાં ત્રાટકી તલાસી લેતા હોટલના પાછળના ભાગમાં ગલગોટાના છોડની વચ્ચે મોટા બે છોડ ગાંજાના મળી આવતા પોલીસે હોટલ સંચાલક નિમેશ ઉર્ફે લાલો કાંતિલાલ ત્રિવેદી (રહે,શ્યામ બંગ્લોઝ આશ્રમ ચોકડી,શામળાજી મૂળ રહે, લક્ષ્મીનારાયણ મંદિર પાછળ,ભિલોડા)ની ધરપકડ કરી બે છોડ ગંજાના વજન -1.738 કિં.રૂ.86900/-નો જથ્થો જપ્ત કરી શામળાજી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી આગળની તપાસ શામળાજી પોલીસને સુપ્રત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!