28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : ઉત્તરાયણ પૂર્વે મોડાસા ટાઉન પોલીસની સુરક્ષા ડ્રાઈવ, ટૂ વ્હીલર પર...

અરવલ્લી : ઉત્તરાયણ પૂર્વે મોડાસા ટાઉન પોલીસની સુરક્ષા ડ્રાઈવ, ટૂ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવાયા

0
60

ઉત્તરાયણના પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની કાતિલ દોરીથી થતા અકસ્માતો રોકવા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અભિયાન હેઠળ DYSP જે. ડી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસે દ્વિચક્રી વાહનચાલકો માટે ‘સેફ્ટી ગાર્ડ’ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

મોડાસા ટાઉન PI ડી. બી. વાળા અને તેમની ટીમે હાથધરેલ અભિયાનનો મુખ્ય હેતુ ચાઈનીઝ દોરી અને કાચ પાાયેલી દોરીથી વાહનચાલકોના ગળા કપાવવાની ઘટનાઓ અટકાવવાનો છે. દર વર્ષે જાન્યુઆરી માસમાં રાજ્યભરમાં પતંગની દોરીથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે અથવા જીવ ગુમાવે છે. આ જોખમને ધ્યાને રાખીને પોલીસ દ્વારા સ્થળ પર જ વાહનોમાં લોખંડના સેફ્ટી ગાર્ડ અને ગળામાં મેડિકલ સ્કાર્ફ લગાવી આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન DYSP જે. ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે, “તહેવારનો આનંદ સુરક્ષા સાથે જોડાયેલો હોવો જોઈએ. વાહનચાલકોએ ફરજિયાતપણે ગળાના ભાગે સ્કાર્ફ કે મફલર બાંધવું જોઈએ અને વાહન પર સેફ્ટી ગાર્ડ લગાવવું જોઈએ.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચાઈનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ કરવો નહીં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલ વેચનાર કે તેનો ઉપયોગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!