28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસા રૂરલ વિસ્તારમાં જીવલેણ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, એસ.ઓ.જી.એ એક...

અરવલ્લી : મોડાસા રૂરલ વિસ્તારમાં જીવલેણ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, એસ.ઓ.જી.એ એક ઇસમને પકડ્યો

0
55

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવાના ઇરાદે લાવવામાં આવેલ જથ્થા સાથે અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. દ્વારા એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે. ઝડપાયેલા ઇસમ પાસેથી ચાઇનીઝ દોરીની ફિરકી નંગ 160 કિંમત રૂ. 80,000/- તેમજ પીકઅપ ડાલુ કિંમત રૂ. 3,00,000/- મળી કુલ રૂ. 3,80,000/- નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલિસ વડા મનોહરસિંહ જાડેજા ની ખાસ સૂચનાને પગલે અરવલ્લી જિલ્લા SOG ની ટીમ ઉત્તરાયણ ના પગલે ચાઈનીઝ દોરી પકડવા માટે પેટ્રોલિંગ હતી. તે સમય દરમિયાન પી.આઈ.એચ.પી.ગરાસીયા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ મોડાસા રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળતા શીણાવાડ રોડ ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાહન ચેકિંગ દરમિયાન મેઘરજ તરફથી મોડાસા તરફ આવતું પીકઅપ ડાલુ નં. GJ-31-T-1862 અટકાવી તપાસ કરતા, પાછળના ભાગમાં સોયાબીનના કોથળાઓ વચ્ચે ખાખી રંગના બોક્સ મળી આવ્યા હતા. બોક્સ ખોલી તપાસ કરતાં તેમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકીઓ ભરેલી હોવાનું સામે આવ્યું હતું.

આ મામલે પીકઅપ ડાલુ ચલાવનાર સલીમ અજીદહાજી ડમરી, રહે. સીમલવાડા, તા. સીમલવાડા, જી. ડુંગરપુર (રાજસ્થાન) વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 મુજબ ગુનો નોંધી મુદામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!