28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : CM ભૂપેન્દ્ર પટેલ રૂ. ૧૬૬.૨૬ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને...

અરવલ્લી : CM ભૂપેન્દ્ર પટેલ રૂ. ૧૬૬.૨૬ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

0
63

અરવલ્લી જીલ્લાનો વિકાસ નવી ઊંચાઈઓ આંબશે
મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૯૨.૩૨ કરોડના લોકાર્પણ અને રૂ. ૬૭.૯૪ કરોડના ખાતમુહૂર્ત કરવામાં આવશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ શામળાજી મહોત્સવ ૨ દિવસ માટે લોકોમાટે ખુલ્લો મૂકવામાં આવશે.જીલ્લા ને નવા વર્ષની શરૂઆતમાં જ વિકાસ કામોની ભેટ મળવા જઈ રહી છે. આગામી ૮ જાન્યુઆરીના રોજ શામળાજી મહોત્સવના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ .૧૬૬.૨૬ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

મુખ્યમંત્રીના હસ્તે માર્ગ અને મકાન વિભાગ રાજ્યના રૂ. ૧૦૫.૨૧ કરોડના પ્રકલ્પો, શિક્ષણ વિભાગના રૂ. ૨૪.૪૯ કરોડના વિવિધ પ્રકલ્પો, રમતગમત વિભાગના રૂ .૧૯.૯ કરોડના પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના રૂ.૧૨.૫ કરોડના પ્રકલ્પો, જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. ૩.૪૬ કરોડના પ્રકલ્પો, પશુપાલન વિભાગના રૂ. ૪૯ લાખના પ્રકલ્પો અને મહિલા અને બાળ વિકાસ વિભાગના રૂ.૨૧ લાખના વિવિધ પ્રકલ્પોમાં લોકોર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!