29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : માલપુરના જીતપુરમાં બુટલેગર બોડા ના ઘરે LCB ત્રાટકી, 1.22 લાખનો...

અરવલ્લી : માલપુરના જીતપુરમાં બુટલેગર બોડા ના ઘરે LCB ત્રાટકી, 1.22 લાખનો દારૂ મળ્યો, માલપુર પોલિસ નિંદ્રામાં!!

0
63

માલપુર પોલીસ સ્ટેશન હદના જીતપુર ગામની સીમમાં એલસીબી અરવલ્લી દ્વારા હાઉસ રેઇડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રેઇડ દરમિયાન ઝાડી–ઝાંખરામાંથી અલગ–અલગ બ્રાન્ડના વિદેશી દારૂ અને બિયરની કુલ 767 બોટલ/ટીન, જેની કુલ કિંમત રૂ. 1,22,300/- થાય છે, તે પ્રોહી મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.

અરવલ્લી જિલ્લામાં પ્રોહી, જુગાર તેમજ નશીલા પદાર્થોની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવા અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાએ ખાસ સૂચનાઓ કરી હતી, જેને લઇને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એચ. ઝાલાની આગેવાનીમાં ટીમ માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે જીતપુર ગામનો ભરત ઉર્ફે બોડો ભગાભાઈ માલીવાડ પોતાના ઘરની નજીક આવેલા ઘઉંના વાવેતરવાળા ખેતરના શેઢા પર ઝાડી–ઝાંખરાની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે.

મળેલી બાતમીના આધારે એલસીબી ટીમ જીતપુર ગામની સીમમાં દર્શાવેલી જગ્યાએ પહોંચી હતી. સ્થળ પર કોઈ ઇસમ હાજર ન મળતા, ઘઉંના ખેતરના શેઢા પર આવેલી ઝાડી–ઝાંખરાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઝાંખરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની અલગ–અલગ બ્રાન્ડની સંપૂર્ણ પેટી નંગ 18, કુલ બોટલ અને ટીન નંગ 624 તથા છુટી બોટલ નંગ 143 મળી આવી હતી. ઝડપાયેલ મુદ્દામાલ કાયદેસર રીતે કબ્જે કરી માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં ભરત ઉર્ફે બોડો ભગાભાઈ માલીવાડ, રહે. જીતપુર, તા. માલપુર, ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!