32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ ખોટી નંબર પ્લેટથી દારૂની હેરાફેરી કરવાના મનસૂબા પર પાણી ફેરવતી અરવલ્લી LCB,...

ખોટી નંબર પ્લેટથી દારૂની હેરાફેરી કરવાના મનસૂબા પર પાણી ફેરવતી અરવલ્લી LCB, 2 ઝડપાયા

0
47

અરવલ્લી જિલ્લા ના શામળાજી પોલીસ સ્ટેશન હદમાં શામળાજી પોલીસ લાઈન સામે શ્યામલવન પાસે શામળાજીથી મોડાસા તરફ આવતા હાઈ-વે રોડ ઉપર એલસીબી અરવલ્લી દ્વારા ગણનાપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે. હુન્ડાઈ આઈ-10 સ્પોર્ટ ન્યુઓસ ગાડીમાં ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાવી બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી વિદેશી દારૂની કુલ 283 બોટલ કિંમત રૂ. 2,73,150/- તેમજ ગાડી અને મોબાઈલ સહિત કુલ રૂ. 7,93,150/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

અરવલ્લી જિલ્લામાં પ્રોહી તથા નશીલા પદાર્થોની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવા પોલિસ વડા મનોહરસિંહ જાડેજા એ ખાસ સૂચના કરી હતી, જે અનુસંધાને એલસીબી પી.આઈ. એમ. એચ. ઝાલાની આગેવાની માં PSI વી. ડી. વાઘેલા, સી. એમ. રાઠોડ, વી. જે. તોમર અને પી. પી. સોલંકી તેમજ તેમની ટીમ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, રાજસ્થાનથી એક સફેદ રંગની હુન્ડાઈ આઈ-10 સ્પોર્ટ ન્યુઓસ ગાડીમાં વિદેશી દારૂ ભરી શામળાજી થઈ હિંમતનગર તરફ જવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે શ્યામલવન પાસે LCB દ્વારા નાકાબંધી ગોઠવવામાં આવી હતી. શામળાજી તરફથી આવતી શંકાસ્પદ ગાડી નં. GJ-09-BK-8228 ને રોકવાનો પ્રયાસ કરતાં ગાડીનો ચાલક ભાગવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ એલસીબી ટીમે બંને ઇસમોને ઝડપી લીધા હતા. ગાડીની તપાસ કરતા અંદર અલગ–અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન વધુ ખુલાસો થયો કે ગાડી પર લગાવેલ આરટીઓ નંબર ખોટો હતો. એન્જિન અને ચેસીસ નંબરના આધારે તપાસ કરતાં ગાડીનો સાચો નંબર રાજસ્થાનનો હોવાનું બહાર આવ્યું, જે દર્શાવે છે કે દારૂની હેરાફેરી માટે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ઉપરાંત દારૂ ભરેલી ગાડી માટે આગળથી પાયલોટિંગ કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે.પોલિસે વિદેશી દારૂની કુલ 283 બોટલ કિંમત રૂ. 2,73,150/- તેમજ ગાડી અને મોબાઈલ સહિત કુલ રૂ. 7,93,150/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલ મુદ્દામાલ
(૧) વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૨૮૩ જેની કુલ કિ.રૂ.૨,૭૩,૧૫૦/- નો પ્રોહી મુદ્દામાલ
(૨) હુન્ડાઈ આઈ ૧૦ ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
(3) મોબાઇલ નંગ-૨ જે કિ.રૂ.૨૦,૦૦૦/-
પકડાયેલ આરોપી
(૧) રમેશભાઈ સ/ઓફ અમ્બાલાલજી રોડજીલાલ કલાલ રહે.કરાવલી થાના-ગીંગલા તા.જી. સલુમ્બર(રાજસ્થાન)
(૨) નરેશકુમાર સ/ઓફ રામલાલ નાથુજી મીણા રહે. આમ્બાવડલી થાના-ગીંગલા તા.જી.સલુમ્બર (રાજસ્થાન)
વોન્ટેડ આરોપીઓ
(૧) રાજુભાઈ મીણા રહે.કાનપુરા થાના-ગીંગલા તા.જી.સલુમ્બર(રાજસ્થાન) જેનો મો.નં.૯૫૮૮૨૬૮૫૯૮ નો છે (૨)રાજુભાઈ મીણાની સાથે પાયલોટીંગ કરનાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!