38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા નજીક આનંદપુરાકંપામાં રામ કથાના ત્રીજા દિવસે પણ માનવ મહેરામણ...

અરવલ્લી : મોડાસા નજીક આનંદપુરાકંપામાં રામ કથાના ત્રીજા દિવસે પણ માનવ મહેરામણ ઉમટ્યો

0
43

ભગવાન રામના જીવનમાંથી સમર્પણ ,ત્યાગ અને સહિષ્ણુતાનો સંદેશો મળે છે:સ્વામિ જનાર્દન હરિજી મહારાજ

મોડાસા પાસે આંદપુરા કંપામાં પૂ કથાકાર પ પૂ સતપંથ રત્ન મહામંડલેશ્વર સ્વામિ જનાર્દન હરિજી મહારાજ ના વ્યાસપીઠે રામચરિત માનસનો કથાનો કથા રસપાન માટે શ્રોતોઓનો મહેરામણ આજે ત્રીજા દિવસે પણ ઉમટ્યો હતો આનંદપુરા કંપામાં રામકથાનું અતિ સુંદર આયોજન થયું છે જેમાં આ કથા સ્થળ પ પૂ સતપંથ રત્ન મહામંડલેશ્વર સ્વામિ જનાર્દન હરિજી મહારાજની દિવ્ય વાણી શ્રવણ માટે ઉમટેલા ભાવિકોથી અને કથરસપાનમાં મુગ્ધ બનેલા શ્રોતા ભાઈ બહેનો નિહાળતા જનર આખોય માહોલ અયોધ્યા માય બનેલો ભાસી રહ્યો હતો

આજે ત્રીજા દિવસે સવારની કથામાં પૂ કથાકાર પ પૂ સતપંથ રત્ન મહામંડલેશ્વર સ્વામિ જનાર્દન હરિજી મહારાજે કથા રસપાન કરાવતાં પુરૂષોત્તમ ભગવાન શ્રીરામજીના જીવનમાંથી સમર્પણ ,ત્યાગ અને સહિષ્ણુતાનો સંદેશો મળે છે, જ્યાં ચૌદ ચૌદ વર્ષથી રાજગાદી ખાલી રહે છે ભાઈઓ ભાઈઓ વચ્ચે સત્તા માટે કોઈને લાલસા નથી કેવળ ત્યાગ છે..સમર્પણ છે અને સહિષ્ણુતા છે મેળવવામાં નહીં આપવામાં ખુશી અને આનંદ છે.દુઃખમાં સહભાગી થવાનું અને ખભેખભા મિલાવી ભાઈ -ભાઈને સથવારો આપે છે આવું રામનું જીવન સમાજને મોટો સંદેશો અને પ્રેરણા આપે છે

રામનો પડછાયો થઈ માતા સીતાજી પણ ચૌદ વર્ષ પોતાના સ્વામિ રામજીના પગલે પગલે ચાલે છે .વનવાસ તો એકલા ભગવાન રામજીને મળેલો પણ લઘુ ભ્રાતા લક્ષણજી પણ રામજીની સેવામાં સમર્પિત થાય અને પુરા ૧૪ વર્ષ રામજીની પડ્યો બોલ ઝીલી છે .જે આજના જમાનામાં ઉતારવા જેવો દિવ્ય અને ભવ્ય વારસો .. ભગવાન રામજીના જીવન કથામાંથી મળે છે

રામકથા બે બાબતો બતાવે છે આપણને શાસ્ત્ર અને શસ્ત્ર બંનેનું જ્ઞાન અને અનુભવ હોવો જોઈએ.શાસ્ત્ર આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરે છે જ્યારે શાસ્ત્ર આપણું સંરક્ષણ માટે આવશ્યક છે
આનદપુરા કંપાના કથાયોજક મગનભાઈ કરમશીભાઈ પોકાર,ગંગાબેન મગનભાઈ પોકાર અને એમના પુત્રો પ્રવીણભાઈ, નવીનભાઈ અને અરવિંદભાઈ તેમજ સમગ્ર પોકાર પરિવાર દ્વાર આયોજિત આ રામચરિત મનની કથામાં સૌ ગ્રામજનોનો સહિત સૌનો સાથ સહયોગ મળી રહ્યો છે કથામાં સમગ્ર કાર્યક્રમનું ખૂબ સુંદર સંચાલન મૃદુ અને મધુર વાણીમાં આગવી શૈલીથી રમેશભાઈ વી ચૌધરી કરી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!