33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines નવરચિત શામળાજી તાલુકામાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવાયો વિકાસ ઉત્સવ

નવરચિત શામળાજી તાલુકામાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવાયો વિકાસ ઉત્સવ

0
54

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં શામળાજી મહોત્સવના સમાપન અવસરે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ
શામળાજી મંદિરમાં કાળીયા ઠાકોરના દર્શન પૂજન કર્યા
અરવલ્લી જીલ્લાને રૂ.168 કરોડના વિવિધ વિકાસકામોની ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શામળાજીમાં ઉજવાય રહેલા શામળાજી મહોત્સવનું સમાપન કરાવતાં અરવલ્લી જિલ્લાને રૂ.168 કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ આપી હતી.

રાજ્ય સરકારે તાજેતરમાં શામળાજીને નવો તાલુકો જાહેર કર્યા પછી મુખ્યમંત્રી સૌ પ્રથમ વાર શામળાજી મહોત્સવ સમગ્ર અરવલ્લી જીલ્લા માટે વિકાસ ઉત્સવ બન્યો હતો.

મુખ્યમંત્રીએ અરવલ્લી જિલ્લાને પાછલા ત્રણ વર્ષમાં રૂ. 1232 કરોડના વિકાસ કામો રાજ્ય સરકારે મંજૂર કર્યા છે તેની વિગતો આપતા કહ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના વિસ્તારો, વંચિતોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના વિકાસ કામોમાં નાણાંની કમી ક્યારેય પડવા દીધી નથી.

વડાપ્રધાને ધાર્મિક, ઐતિહાસિક સ્થળોની દિવ્યતા-ભવ્યતા જાળવીને આધુનિક વિકાસનો અભિગમ “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રથી સાકાર કર્યો છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આદિજાતિ વિસ્તારોને આવાસ, અભ્યાસ અને આજીવિકા તેમજ આરોગ્યની સુવિધાઓ પૂરી પાડી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રો અપગ્રેડ કરીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવામાં આવી રહ્યા છે.

એટલું જ નહીં, આ જનજાતિય વિસ્તારોમાં 12 સાયન્સ કોલેજ, બે યુનિવર્સિટી અને 11 મેડિકલ કોલેજ દ્વારા આદિવાસી પરિવારોના સંતાનોને પણ ડોક્ટર-એન્જિનિયર બનવાની દિશા ખુલી છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

મુખ્યમંત્રીએ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાર પાડવા આદિવાસીઓના પરંપરાગત કલા, કૌશલ્ય, વ્યવસાયો અને ઉત્પાદનોને વોક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!