33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : ભિલોડા બી.આર.સી ભવનમાં દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો

અરવલ્લી : ભિલોડા બી.આર.સી ભવનમાં દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો

0
57

એલીમકો કાનપુરના અને સમગ્ર શિક્ષા રાજય કચેરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકમાં બી.આર.સી ભવનમાં દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કેમ્પનું સફળ આયોજન કર્યું હતું.કેમ્પનો મુખ્ય હેતુ અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકોને જરૂરી સહાયક સાધનો ઉપલબ્ધ કરાવી તેમનું શૈક્ષણિક અને દૈનિક જીવન સુગમ બનાવવાનો હતો.કેમ્પમાં કુલ. 80 દિવ્યાંગ બાળકોને સહાયક સાધનોનું વિતરણ કર્યું હતુ.શૈક્ષણિક ઉત્કર્ષ માટે વાલીઓને યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર, તાલુકા સંઘના પ્રમુખ, જિલ્લા સ્તરે સમગ્ર શિક્ષા સાથે સંકળાયેલા અમિત કવિ સહિત સ્પેશિયલ એજ્યુકેશનના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા.તમામની સહકારાત્મક ભુમિકા અને સંકલનના કારણે કેમ્પ સફળતાપુર્વક સંપન્ન થયો હતો.દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા કેમ્પો સતત યોજાતા રહે તે માટે સૌએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!