29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત શામળાજી મહોત્સવ : શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર ચેરમેન, હોદ્દેદારો સહિત ટ્રસ્ટીઓએ...

શામળાજી મહોત્સવ : શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર ચેરમેન, હોદ્દેદારો સહિત ટ્રસ્ટીઓએ CMનું સન્માન કર્યું

0
62

ગુજરાત રાજયના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી તાલુકા મથકમાં શામળાજી મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રી સન્માન કર્યું હતું.શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર ટ્રસ્ટ, શામળાજી તરફથી શામળાજી મહોત્સવ પ્રસંગે પધારેલા ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું મેવાડી પાઘડી, શ્રી ત્રિલોકીનાથ ભગવાનનો ફોટો, ફુલહાર, ખેસ અને માળાથી શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી સમાજ ધ્વારા સંચાલિત શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર, શામળાજી ટ્રસ્ટના નવા વરાયેલા ચેરમેન ભરતભાઈ ઉપાધ્યાય, વા. ચેરમેન ભરતભાઈ ઠાકર, સેક્રેટરી પ્રકાશભાઈ જોશી, ખજાનચી સંજયભાઈ ઉપાધ્યાય, સહજાનચી ધર્મેશભાઈ ઉપાધ્યાય, કાર્યાલય મંત્રી પ્રદીપભાઈ પંડ્યા, ઈન્ટર્નલ ઓડિટર નરેશભાઈ જોશી, ટ્રસ્ટી રાજેશભાઈ ત્રિવેદી, સભ્ય પ્રફુલભાઈ ઉપાધ્યાય, ગિરીશભાઈ ઉપાધ્યાય, પારૂલબેન ઉપાધ્યાય, સંગીતાબેન ઠાકર, ઈલાબેન જોશી સહિત મેનેજર મહેશભાઈ પટેલ દ્વારા કર્યું હતું.ધારાસભ્ય અને ગુજરાત રાજય કક્ષાના મંત્રી પી.સી.બરંડા, પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી અને કલેક્ટર અરવલ્લી પ્રશસ્તી પરીકનું સન્માન મેવાડી પાઘ ખેસ અને માળા પહેરાવીને કર્યું હતું. શામળાજી મહોત્સવ પ્રસંગે શામળાજીમાં પધારેલા શેરડી કમિશનર સીમ્પી મેડમ, મદદનીશ ચેરિટી કમિશનર અરવલ્લી, શામળાજીમાં શ્રી ત્રિલોકીનાથ ભગવાનનાં દર્શન કરવા પધાર્યાં હતા. તેઓએ શ્રી ત્રિલોકીનાથ ભગવાનની પુજા અર્ચના કરીને ભગવાનના આશીર્વાદ મેળવ્યા તેઓનું સન્માન મંદિર તરફથી મેવાડા પાધડી પહેરાવીને ખેસ અને માળા આપીને સન્માન કર્યું હતું.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું મેવાડી પાધડી પહેરાવીને સન્માન કર્યું હતું.ચેરમેન ભરતભાઈ ઉપાધ્યાય એ મુખ્યમંત્રી ને શ્રી ત્રિલોકીનાથ ભગવાનના મંદિરના સન્મુખ દર્શન કરાવ્યાં હતા.મેવાડી પાગડી અને મેવાડી બ્રાહ્મણોના સંક્ષિપ્ત ઈતિહાસ અને મંદિરની સ્થાપના સંદર્ભે સંક્ષિપ્તમાં માહિતી મુખ્યમંત્રીને આપી હતી.શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર માટે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.તેઓની મુલાકાત માટે વિનંતી કરાતા તેઓએ અનુકુળતાના સમયે મુલાકાત માટે આવવા ચેરમેન અને હોદ્દેદારોને જણાવેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!