33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines દારૂબંધીના ધજાગરા : ભિલોડા એસ.ટી.ડેપો મેનેજર પીધેલી હાલતમાં ઝડપાયો,બસ સ્ટેન્ડ દારૂની મહફિલનો...

દારૂબંધીના ધજાગરા : ભિલોડા એસ.ટી.ડેપો મેનેજર પીધેલી હાલતમાં ઝડપાયો,બસ સ્ટેન્ડ દારૂની મહફિલનો અડ્ડો…!!

0
70
  • ભિલોડા એસ.ટી.ડેપો મેનેજર જિજ્ઞેશ બૂચ સાથે અન્ય કર્મીઓ બસ સ્ટેન્ડ વિસ્તારમાં બિંદાસ્ત દારૂની મહેફિલ જમાવતાની ચર્ચા
  • ડેપો મેનેજર બસ સ્ટેન્ડ નજીક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં લથડિયા ખાતા પોલીસ વાન 112 એ દબોચી લીધો

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટના સામે આવતા ચકચાર મચી હતી રાજ્યમાં અનેક વાર નશો કરેલી હાલતમાં બસ ડ્રાઇવર કંડક્ટર મળી આવતા અને નશામાં ચકચૂર બની બસ ડ્રાઇવર અકસ્માત સર્જાતા હોવાથી તંત્રએ
બ્રેથ એનાલાઇઝર મશીનથી બસ ડ્રાઇવર કંડક્ટરની તપાસ કરવાનો નિયમ કર્યો હતો જોકે આ નિયમની અમલવારી કાગળ પર રહી ગઈ છે બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવાની અમલવારી કરવાની જેના માથે છે તે જ ડેપો મેનેજર દારૂ પીધેલી હાલતમાં પકડાઈ જતા અનેક સવાલ પેદા થયા છે

ભિલોડા એસટી ડેપોમાં મેનેજર તરીકે ફરજ બજાવતો જિજ્ઞેશ ઋષિકેશ બૂચ (રહે,એસ.ટી.કોલોની મોતીબાગ રોડ) રવિવારે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં લથડિયાં ખાતો હોવાની જાણ પોલીસવાનને થતાં બસ સ્ટેન્ડ નજીકથી દબોચી લીધો હતો ભિલોડા ડેપો મેનેજરની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ભિલોડા એસટી ડેપોનો મેનેજર પીધેલી હાલતમાં ઝડપાઈ જતા એસટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો ભિલોડા નગરના લોકો પણ ચોંકી ઊઠ્યા હતા ડેપો મેનેજર મોટે ભાગે નશામાં ધૂત રહેતો હોવાની એસટી કર્મીઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે

ભિલોડા એસટી ક્વાટર્સમાં રહેતો ડેપો મેનેજર જિજ્ઞેશ બૂચ ક્વાટર્સમાં દરરોજ સાંજે દારૂની મહેફિલ જમાવતો હોવાની અને આ દારૂની મહેફિલમાં કેટલાક એસટી કર્મીઓ પણ જામ પર જામ છલકાવતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!