- યુવા ટ્રસ્ટી દેવાંગ બારોટના બગડ્યા બોલ.. તમે દુનિયાના છેડે જાવ તો’ય નહીં સુધરો, એમ કહી વિદ્યાર્થીઓને જાતિ વિષયક અપમાનિત કર્યા
- આદિવાસી વિદ્યાર્થીને ઢોર માર મારતા સારવાર અર્થે દવાખાને ખસેડતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ
- ભિલોડા પોલીસે ફરિયાદ લેવા આનાકાની કરી હોવાનો આક્ષેપ
અરવલ્લી જીલ્લાના ભિલોડા નગરની નામાંકિત શૈક્ષણિક સંકુલ આર.જી.બારોટ કોલેજના રાજકીય દબદબો ધરાવતા ટ્રસ્ટીએ કોલેજ બસના ડ્રાઇવર સાથે બોલાચાલી કરનાર વિદ્યાર્થીઓને ક્લાસરૂમ બહાર બોલાવી લાકડી વડે મારમારી એક વિદ્યાર્થીને વધુ પડતો માર મારતા અને ગાલ પર લાફા ઝીંકી દેતા શરીરે ઈજાઓ પહોચતા કોલેજના શૈક્ષણિક સ્ટાફે સારવાર કરાવવાના બદલે તેને એક અઠવાડિયા સુધી રજા લઇ ઘરે લઇ જવાનું જણાવી દીધું હતું ઘરે લઇ ગયા બાદ વિદ્યાર્થિની તબિયત લથડતા સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હિંમતનગર લઇ જવા જણાવ્યું હતું વિદ્યાર્થીની માતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
ભિલોડાના રાવતવાડા ગામનો અનુ.જનજાતિ સમાજનો વિદ્યાર્થી ભિલોડાની આર.જી.બારોટ કોલેજ કેમ્પસમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીના મિત્રએ કોલેજ બસના ડ્રાઇવર પાસે પાણી માંગતા બસ ચાલક ઉશ્કેરાઈ જતા બંને વચ્ચે બોલાચાલી થતાં ભોગ બનનાર વિદ્યાર્થી વચ્ચે પડી ઝગડો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર ઘટનાની જાણ આર.જી.બારોટ કોલેજના યુવા ટ્રસ્ટી દેવાંગ બરોટને થતાં મગજનો પારો આસમાને પહોચતા મગજ પરથી કાબૂ ગુમાવી ડ્રાઇવર સાથે બોલાચાલી કરનાર વિદ્યાર્થીઓને ક્લાસરૂમ બહાર બોલાવી લાકડી વડે માર મારવાનું ચાલુ કરતા અને ગાલ પર લાફા ઝીંકતા વિદ્યાર્થીને શરીરે ઈજાઓ પહોંચી હતી






