29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : LCBએ પીકઅપ ડાલામાંથી 4 પશુ સાથે ત્રણ જબ્બે ...

અરવલ્લી : LCBએ પીકઅપ ડાલામાંથી 4 પશુ સાથે ત્રણ જબ્બે ,મોબાઈલ ચોર ઝડપ્યો,ટાઉન પોલીસે બે ચાઇનીઝ દોરી ઝડપી

0
43

જીલ્લા SOGએ MD ડ્રગ્સના પેડલરો અને ડીલરો સુધી પહોચવા ભારે જહેમત ઉઠાવી રહી છે અત્યાર સુધી ચાર શકમંદોને ઉઠાવ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્રએ જીલ્લામાં ધમધમતી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા સતત દોડાદોડી કરી રહી છે પોલીસ વણ ઉકેલ્યા ગુન્હાનો ભેદ ઝડપથી ઉકેલી રહી છે પ્રોહિબિશનની સખ્ત અમલવારી અને ઉત્તરાયણ પર્વમાં મોતની દોરી વેચતા કાળા કારોબારીઓને ઝડપી રહી છે

અરવલ્લી એલસીબી પોલીસે ટીંટોઈ પોલીસ સ્ટેશન હદમાંથી દધાલિયા ગામની સીમમાંથી પીકઅપ ડાલામાં કસાઈ ખાને ધકેલાતા 4 પશુઓ સાથે મોડાસા રાણાસૈયદના યુનુસ મોહમ્મદ મુલતાની,નજમલ યાકૂબ મુલતાની અને ઇસક સરફરાઝ મુલતાની ને દબોચી લઇ 20 હજારના 4 પાડા સહિત 5.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે કસાઈઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાંથી એક મહિના અગાઉ 10 હજારના મોબાઇલની ચોરી કરનાર શખ્સને બાતમીના આધારે જિલ્લા સેવાસદન નજીકથી ઝડપી લીધો હતો મોબાઈલ ચોર ધ્રુવિલ પવન સુવેરાએ તેના માસીના દીકરા વિષ્ણુભાઈ મારવાડી ના ઘરની બહાર પાળી પરથી ચોરી કર્યો હોવાનું કબૂલી લેતા મોબાઈલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા ટાઉન પોલીસને ડીપ વિસ્તારથી સાર્વજનિક હોસ્પિટલ તરફ જતા રોડ પર એક યુવક છૂટક છૂટક ગ્રાહકોને ચાઇનીઝ દોરી વેચાણ કરતો હોવાની બાતમી મળતાં પોલીસ રોડ પર પેટ્રોલીંગ હાથધરી મોતની દોરી વેચતા મયંક કમલેશ સોની (રહે, ક્રિષ્ના એપાર્ટમેન્ટ,એક્સિસ બેંક પાછળ)ને દબોચી લઇ તેની પાસે રહેલી થેલીમાંથી મોનો સ્કાય નામની એક હજાર રૂપિયાની બે ફીરકી સાથે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!