29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : SOGએ MD ડ્રગ્સ ડીલર અને પેડલર સુધી પહોંચી,3 મોડાસાના અને...

અરવલ્લી : SOGએ MD ડ્રગ્સ ડીલર અને પેડલર સુધી પહોંચી,3 મોડાસાના અને 1 અમદાવાદના આરોપીને દબોચ્યા

0
48
  • Mera Gujaratની મોડાસામાં ચાલતા ડ્રગ્સના નેટવર્કના સતત પ્રસિધ્ધ થતાં સમાચારને SOGએ મહોર લગાવી,SOGની કામગીરીની સરાહના
  • મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં ગાંજા,ચરસ અને પાર્ટી ડ્રગ્સ તરીકે જાણીતા મ્યાઉ મ્યાઉ ડ્રગ્સના નશામાં યુવાનો -યુવતીઓ સપડાઇ
  • ડ્રગ્સના નશાના ચૂંગાલમાં સપડાયેલ યુવક-યુવતીઓને જ ડ્રગ્સ માફિયા પેડલર બનાવતાં હોય છે
  • ડ્રગ્સના નશામાં ડૂબેલી યુવતીઓ ડ્રગ્સની લતમાં શરીરનો સોદો કરવા તૈયાર થઈ જાય છે

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા SOG પોલીસ ડ્રગ્સ ડીલર અને પેડલરનું પગેરું મેળવી ચારને દબોચી લીધા હતા મોડાસા રૂરલ પોલીસે મેઘરજ ચોકડી નજીકથી વર્ના કારમાંથી બે ડ્રગ્સના નશેડીઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ SOGએ બંનેની આગવી ઢબે પૂછતાછ કરતા ડ્રગ અમદાવાદ જુહાપુરા અને મોડાસાના ત્રણ પેડલરો પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાનું જણાવતા એસઓજી પોલીસે ડ્રગ્સ પેડલરોને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસાના મેઘરજ રોડ ઉપરથી શંકાસ્પદ હાલતમાં ગાડી લઈને પસાર થઈ રહેલા સોહેલ હુસેન અજીજભાઈ એહમદભાઈ મનસુરી રહે. સરવણા અને ફેજાન રહીમભાઈ અબ્દુલભાઈ સાબલીયા રહે. ટીંટોઇ બગીચા વિસ્તારને રૂરલ પોલીસે એમડી ડ્રગ્સની બે પડીકી સાથે ઝડપ્યા હતા.

એસઓજીએ બંને આરોપીઓનીપૂછપરછ કરતાં તેમણે આ એમડી ડ્રગ્સ અમદાવાદના જુહાપુરાના સદ્દામ હુસેન મોહમ્મદ અટવારી અને બીજો જથ્થો મોડાસાના અકીબ ભાઈલાએ ડ્રગ્સ મોડાસાના ફિરોજ સુથાર પાસેથી મંગાવી આપ્યું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું. એસઓજી પીઆઇ રાઠોડ અને સ્ટાફે દ્વારા ઉપરોક્ત ગુનામાં ચાર આરોપીઓમાં ડ્રગ સપ્લાયર અને પેડલરના નામ ખૂલતાં આ કેસમાં વધુ ચાર આરોપીઓની ખાનગી માહિતીના આધારે અમદાવાદ અને મોડાસા શહેરમાં તેમના ઘરેથી દબોચી લીધા હતા.

પકડાયેલા ચાર આરોપીઓ 1)મોહમ્મદ સદ્દામહુસૈન મોહમ્મદ અટવારી (રહે. છાપરા સંકલિત નગર જુહાપુરા અમદાવાદ) ,2)અકીબ હનીફભાઈ અબ્દુલ કરીમભાઇ ભાયલા (લુહારી કામ રહે. આબેહયાદ સોસાયટી ડુઘરવાડા રોડ મોડાસા),3)ફિરોજ મોયુદ્દીન હાજી ઈસ્માઈલ સુથાર (રહે. સાબલિયા સ્ટેટ ડુઘરવાડા રોડ મોડાસા),અને 4) ફૈજાન યુનુસભાઈ ઈસ્માઈલભાઈ સાબલીયા સ્ટેટ સોસાયટી મોડાસા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!