32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : ભિલોડા માં આદિવાસી વિદ્યાર્થીને માર મારનાર આર.જી.બારોટ કોલેજના દબંગ ટ્રસ્ટી...

અરવલ્લી : ભિલોડા માં આદિવાસી વિદ્યાર્થીને માર મારનાર આર.જી.બારોટ કોલેજના દબંગ ટ્રસ્ટી દેવાંગ બારોટને પોલીસે જેલમાં ધકેલ્યો

0
48
  • ભિલોડા યુવા ભાજપ મહામંત્રી દેવાંગ બારોટની દબંગાઈથી ભાજપ તાલુકામાં શરમજનક સ્થિતિમાં મૂકાઈ
  • આર.જી.બારોટ કોલેજ પરિસરમાં ભાજપના કાર્યક્રમો થતાં હોવાથી દેવાંગ બારોટનો રોફ વધી રહ્યો હતો
  • દેવાંગ બારોટની દાદાગીરીથી ભિલોડાની સામાન્ય પ્રજા અને સરકારી કર્મચારીઓ પણ તોબા પોકારી ઉઠ્યા હોવાની ચર્ચા
  • દેવાંગ બારોટ હાજર થયો કે પોલીસે દબોચી લીધો સહિત અનેક ચર્ચાઓ
  • પોલીસ પકડમાં રહેલા દેવાંગ બારોટની અકડ યથાવત..!!

અરવલ્લી જીલ્લાના ભિલોડા નગરમાં આર.જી.બારોટ કોલેજ કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોલેજ બસ ડ્રાઇવર પાસે પાણી માંગવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતાં ટ્રસ્ટી દેવાંગ બારોટે ડ્રાઇવર સાથે બોલાચાલી કરનાર વિદ્યાર્થીઓને ક્લાસરૂમ બહાર બોલાવી દંડાથી માર મારી ગાલ પર તમાચા ઝીંકી દેતા એક વિદ્યાર્થીને શરીરે ગંભીર ઇજાઓ પહોચતાં સારવાર અર્થે હિંમતનગર ખસેડવો પડ્યો હતો સમગ્ર ઘટનાના પગલે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો ભિલોડા પોલીસ સ્ટેશનમાં દેવાંગ બારોટ સામે મારામારી અને એટ્રોસીટી એક્ટ હેઠળ ફેરિયાદ નોંધાતા ભિલોડા પોલીસ,એલસીબી અને એસઓજીની ટીમોએ ભૂગર્ભમાં ઉતરેલા દેવાંગ બારોટની વાસી ઉત્તરાયણ જેલમાં કરાવી હતી

ભિલોડાની આર.જી.કોલેજના ટ્રસ્ટી દેવાંગ બારોટે ઢોર માર મારતા આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો ફેલાયો હતો આદિવાસી સમાજના અગ્રણી રાજેન્દ્ર પારઘી સહિત અગ્રણીઓએ આદિવાસી વિદ્યાર્થીને યોગ્ય ન્યાય મળે તે માટે રેલી કાઢી તંત્રને આવેદનપત્ર આપ્યુ હતુ દબંગ ટ્રસ્ટ્રી દેવાંગ બારોટે રાજકીય લાગવગનો દુરુપયોગ કરી આદિવાસી વિદ્યાર્થીને હિંમતનગર સિવિલમાંથી વહેલી રજા આપી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે બે દિવસ ભિલોડા-શામળાજી તાલુકામાં આદિવાસી સમાજના વિવિધ સંગઠનોએ બંધનું એલાન આપતાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો બંધના એલાનના પગલે બંને તાલુકા સજ્જડ બંધ રહ્યા હતા બંધ શાંતિપૂર્ણ રહેતા પોલીસ રાહતનો શ્વાસ લીધો હતો

આદિવાસી સમાજમાં ભભૂકી ઉઠેલા આક્રોશને પગલે જીલ્લા SP મનોહરસિંહ જાડેજાએ ઘટનાની ગંભીરતા સમજી આરોપી દેવાંગ બારોટને ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવી વાસી ઉત્તરાયણના દિવસે દબોચી લઇ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરતા દેવાંગ બારોટને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!