37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મેઘરજમાં ખુલ્લી જગ્યામાં 9 શકુનીઓની જુગારની બાજી LCBએ જીતી લીધી

અરવલ્લી : મેઘરજમાં ખુલ્લી જગ્યામાં 9 શકુનીઓની જુગારની બાજી LCBએ જીતી લીધી

0
41
  • LCBએ પાંચ શકુનીઓને દબોચ્યા, ચાર ફરાર
  • મેઘરજમાં ઠેર ઠેર ખુલ્લામાં ખેલીઓ જુગાર રમતા હોવાથી સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં
  • રાત્રીના સુમારે બજારમાં દુકાનો અને શોપિંગ સેન્ટર સ્થળોએ દારૂની મહેફિલ જામતી હોવાની ચર્ચા
  • મેઘરજ પોલીસ સ્ટેશનમાં વહીવટદારની અસીમ કૃપાથી અસામાજિક પ્રવૃત્તીઓને મજૂરી મળતી હોવાની પોલીસબેડામાં ચર્ચા

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સૂચનાના પગલે જીલ્લામાં ચાલતા તીનપત્તી અને વરલી મટકાના આંકફેરના જુગાર રમાડતા અને રમતા ખેલીઓ સામે સખ્ત કાર્યવાહી હાથધરી છે જીલ્લા એલસીબી પોલીસે ભાયલા શોપિંગ સેન્ટર પાછળ શકુનીઓ તીનપત્તી જુગાર રમતા પાંચ શકુનીઓને દબોચી લીધા હતા પોલીસ રેડ જોઈ ચાર નાસી છૂટતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ. એચ.ઝાલા અને તેમની ટીમે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીદારો સક્રિય કરી પેટ્રોલિંગ કરતા ભાયલા શોપિંગ સેન્ટર પાછળ ખુલ્લી જગ્યામાં ટોળું વાળી જુગાર રમતા હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી સ્થળે રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી પોલીસે કોર્ડન કરી મેઘરજના 1)મકબુલ ઇશાક ભાયલા, 2)કાદર કાલુ શેખ, 3)મુસ્તુફા ગુલામહુસેન ભાયલા, 4)સદ્દામ ઇશાક મોરીવાલા, 5)રહીમ અહેમદ બાકરોલીયાને દબોચી લઇ દાવ પર લગાવેલ રૂ. 2260 અને જુગારીઓની અંગજડતી લેતા રોકડા મળી આવેલ રૂ.9400 મળી કુલ.રૂ.11660નો મુદ્દામાલ જપ્ત કરી અંધારામાં ફરાર જુગારીઓ 1)મુસ્તુફા ઉર્ફે બિલ્લી યુનુસ મેઘરજીયા, 2)ઇમ્તિયાઝ ઉર્ફે ઓઇ ઇસ્માઇલ ડાયા, 3) સરફરાઝ ભીખા મોટરવાળા અને 4)મકસુદ અહેમદ ડાયા (તમામ, રહે. મેઘરજ) વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ મેઘરજ પોલીસને સુપ્રત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!