33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : લાયન્સ ગવર્નર અને લાયન્સ ક્લબ મોડાસા 125 જરૂરિયાતમંદ લોકોને કરિયાણા...

અરવલ્લી : લાયન્સ ગવર્નર અને લાયન્સ ક્લબ મોડાસા 125 જરૂરિયાતમંદ લોકોને કરિયાણા કીટ સહિતની સહાય કરી

0
43

સમગ્ર વિશ્વમાં લાયન્સ ક્લબ સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહે છે મોડાસા શહેરમાં લાયન્સ ક્લબ જરૂરિયાત મંદ લોકોની મદદ અને આરોગ્ય લક્ષી કેમ્પ સહીત જનજાગૃતિ કાર્યક્રમો કરી રહી છે મોડાસા શહેરમાં લાયન્સ ક્લબના ગવર્નર અને મોડાસાની ટીમ દ્વારા ક્ષય રોગથી પીડાતા દર્દીઓ અને જરૂરિયાત મંદ લોકોને વિવિધ પ્રકારની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓનું વિતરણ કરતા જરૂરિયાત મંદ પરીવારોના ચહેરા પર અનોખું સ્મિત જોવા મળ્યું હતું

મોડાસા શહેરની તાલુકા આરોગ્ય કચેરીના પરિસરમાં લાયન્સ ગવર્નર હિરેન મેવાડા અને લાયન્સ મોડાસાએ ક્ષય રોગથી પીડાતા અને જરૂરિયાત મંદ પરિવારોને વિવિધ કીટ રૂપી મદદ કરી હતી આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ક્ષય રોગથી પીડાતા 125 દર્દીઓને કરિયાણાની કીટ અને પેન્ટ શર્ટ અને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું શહેરમાં વસતા ગરીબ પરિવારોને કરિયાણા કીટ અને ટેન્ટ માટે તાડપત્રીનું વિતરણ કર્યુ હતું આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ,મોડાસા નાગરિક સહકારી બેંક ચેરમેન પ્રજ્ઞેશ ગાંધી,તાલુકા હેલ્થ અધિકારી યજ્ઞેશ નાયક તેમજ લાયન્સ ડિસ્ટ્રિક્ટમાંથી એલ.કે.વાઘેલા,ભરત શેઠ,ઉમેશ કોટડીયા સહભાગી બન્યા હતા મોડાસા લાયન્સ ક્લબ પ્રમુખ નિરવ ચૌહાણ ,પ્રવીણભાઈ ચૌહાણ,અરવિંદ પ્રણામી, કલમેશ પટેલ,પરેશ શાહ,મનુ પટેલ,વિનોદ પટેલ,ભાવેશ જયસ્વાલ,કનું પટેલ,રામભાઈ પટેલ,યુસુફ સુથાર,ભાવેશ જયસ્વાલ અને જિજ્ઞેશ સુથાર હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!