33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અભિયાન અંતર્ગત શામળાજી બસ સ્ટેન્ડ પર...

અરવલ્લી : રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અભિયાન અંતર્ગત શામળાજી બસ સ્ટેન્ડ પર નુક્કડ નાટક દ્વારા જનજાગૃતિ

0
41

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત એનએચઆઈ ઉદયપુરના ખાંડીઓબરી ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ ઓફિસર વીરેન્દ્ર શ્યોરાન (IRB) તથા તેમની ટીમ દ્વારા શામળાજી બસ સ્ટેન્ડ ખાતે નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું. આ નાટક મારફતે મુસાફરો અને સ્થાનિક નાગરિકોને માર્ગ સલામતી અંગે સરળ અને અસરકારક રીતે માહિતી આપવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા 1 જાન્યુઆરીથી સમગ્ર જિલ્લામાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને શામળાજી પોલીસ દ્વારા પણ બસ સ્ટેન્ડ ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલિસ સ્ટેશન ના પી. આઈ. એસ. એસ. માલ તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

નુક્કડ નાટક દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ખાસ કરીને ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવો, ટ્રાફિક સિગ્નલ પર રોકાવું તેમજ વાહનની પાછળ રિફ્લેક્ટર લગાવવાની આવશ્યકતા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. માર્ગ અકસ્માતો ઘટાડવા માટે આવા જાગૃતિ કાર્યક્રમો અત્યંત જરૂરી હોવાનું પોલીસ અને આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!