33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines માલપુર પંથકમાં અરવલ્લી LCB ની મોટી કાર્યવાહી, 1300 બોટલ દારૂનો જથ્થા સાથે...

માલપુર પંથકમાં અરવલ્લી LCB ની મોટી કાર્યવાહી, 1300 બોટલ દારૂનો જથ્થા સાથે દહેગામડાના કૌશિક પાંડોરને ઝડપ્યો

0
37

શામળાજી પંથકના બુટલેગરો માલપુર તરફથી કેવી રીતે આવી રહ્યા હતા ?
શું માલપુર તરફથી દારૂ લાવવો સરળ હતો કે શું ?
રાજસ્થાનથી મેઘરજ અને ત્યારબાદ માલપુર અને મોડાસા પહોંચતા પહેલા ઝડપાઈ ગયા !!!
પોલિસની નજર અણસોલ-શામળાજી પર હોવાથી માલપુર થઈને દારૂ લાવતા પોલિસના હાથે લાગી ગ્યા

અરવલ્લી જિલ્લામાં બુટલેગરો હવે સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક બુટલેગરો હવે દારૂનો સ્ટોક કરવા માટે બેબાકડા બની રહ્યા છે, અને કોઈપણ ભોગે દારૂ અરવલ્લી જિલ્લામાં ઘુસાડવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે, જોકે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોટી કાર્યવાહી કરીને માલપુર પોલિસ સ્ટેશન વિસ્તારની હદમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

માલપુર પોલીસ સ્ટેશન હદના મોજે મેવડા પાટીયા નજીક એલ.સી.બી. અરવલ્લીએ વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી અને અસરકારક કાર્યવાહી કરી છે. રાજસ્થાનથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ લાવી વેચાણ માટે લઈ જવાતો જથ્થો ઝડપતા પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ એન. જાડેજા ની સૂચનાથી જિલ્લામાં પ્રોહી, જુગાર અને નશીલા પદાર્થોની હેરાફેરી સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરાસિયા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ.ઇન્સ્પેક્ટર પી.પી. સોલંકી, વી.જે. તોમર, વી.ડી. વાઘેલા તેમજ ટીમના સભ્યોએ મેવડા પાટીયા પુલ પાસે મેઘરજથી મોડાસા તરફ આવતા માર્ગ પર નાકાબંધી ગોઠવી હતી.

ચેકિંગ દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે ગ્રે કલરની મારુતિ ઇકો ગાડી (નં. GJ-31-D-6751)માં રાજસ્થાનથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી મોડાસા તરફ આવી રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ગાડી આવતા પોલીસ દ્વારા રોકવાનો ઇશારો કરતાં ચાલકે ગાડી સાઈડમાં ઊભી રાખી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો હતો. ગાડીની તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની કુલ 35 પેટીઓ મળી આવી. જેમાં કુલ 1,323 બોટલ/ટીન મળી, જેની કિંમત અંદાજે ₹3,10,500 થાય છે. સાથે મોબાઇલ ફોન તથા મારુતિ ઇકો ગાડી મળી કુલ ₹8,21,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે પકડાયેલા આરોપી સામે માલપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

અહીં સવાલ એ થાય છે કે, શામળાજી વિસ્તારના બુટલેગરો માલપુર તરફથી કેમ મોડાસા આવી રહ્યા હતા, અહીંથી પસાર થવું સરળ હતું કે, શું તે પણ એક સવાલ છે.

પકડાયેલ મુદ્દામાલ
• વિદેશી દારૂની બોટલ/ટીન નંગ 1,323 (કિ.રૂ. ₹3,10,500)
• મારુતિ ઇકો ગાડી (કિ.રૂ. ₹5,00,000)
• મોબાઇલ ફોન (કિ.રૂ. ₹10,500)
પકડાયેલ આરોપી
• કૌશીકભાઈ ભલાભાઈ પાંડોર (ઉ.વ. 28),રહે. દહેગામડા, તા. શામળાજી, જી. અરવલ્લી
વોન્ટેડ આરોપીઓ
• પ્રકાશચંદ્ર નારાયણભાઈ પટેલ (કલાલ)
• જગદિશભાઈ ઉર્ફે પપ્પુ નારાયણભાઈ પટેલ
બંને રહે. દહેગામડા, તા. શામળાજી, જી. અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!