33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ જાહેરનામાનો ભંગ: ભગવતી ડાઈનિંગ હોલના સંચાલક સામે અરવલ્લી SOG ની કડક કાર્યવાહી

જાહેરનામાનો ભંગ: ભગવતી ડાઈનિંગ હોલના સંચાલક સામે અરવલ્લી SOG ની કડક કાર્યવાહી

0
37

અરવલ્લી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અમલ માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત એસ.ઓ.જી. અરવલ્લી પોલીસે મોડાસા શહેર વિસ્તારમાં એક હોટેલ માલિક સામે કાર્યવાહી કરી છે.

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ, જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને, એચ.પી. ગરાસીયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. અરવલ્લી પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન મોડાસા સહયોગ ચોકડી નજીક આવેલી ભગવતી ડાઇનિંગ હોલ નામની હોટેલમાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન હોટેલના માલિક દ્વારા પોતાની હોટેલમાં કામ કરતા કર્મચારીઓનું ફરજિયાત રજીસ્ટર જાળવવામાં ન આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ બાબત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો સ્પષ્ટ ભંગ થતો હોવાનું જણાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલે હોટેલ માલિક ગોવિદસિંહ જબરસિંહ જાતે રાજપુરોહિત (ઉ.વ. 21), હાલ રહે. ભગવતી ડાઇનિંગ હોલ, મોડાસા, તા. મોડાસા, જી. અરવલ્લી, મુળ રહે. ખલિકપુર, તા. મોડાસા, જી. અરવલ્લી વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!