38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ પાટણ જિલ્લાના ત્રણ કેસમાં નાસતા-ફરતા આરોપી ને મોડાસા ટાઉન પોલીસે ઝડપ્યો

પાટણ જિલ્લાના ત્રણ કેસમાં નાસતા-ફરતા આરોપી ને મોડાસા ટાઉન પોલીસે ઝડપ્યો

0
43

પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ સ્ટેશન તથા પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા કુલ ત્રણ ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો આરોપી મોડાસા ટાઉન પોલીસની સતર્કતા ઝડપાઈ ગયો છે.

અરવલ્લી જિલ્લામાં તેમજ અન્ય જિલ્લાઓના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલિસ વડા મનોહરસિંહ જાડાજાએ ખાસ સૂચનાઓ આપી હતી, જે અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સતત પેટ્રોલિંગ અને બાતમી આધારીત કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન મોડાસા ટાઉન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે અંગત બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન તથા સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી મુશરફ રાજમહંમદ લાલુભાઇ મુલતાની (ઉ.વ. 25) હાલમાં પોતાના નિવાસસ્થાને હાજર છે.

બાતમીના આધારે મોડાસા ટાઉન પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ચાંદટેકરી, હુસેની ચોક ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યાં આરોપી હાજર મળી આવતા તેને પાટણ જિલ્લાના પાટણ તાલુકા પોલીસ સ્ટેશન તથા સિદ્ધપુર પોલીસ સ્ટેશનના બે ગુનાઓમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી સામે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવા માટે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે અને આરોપીને હવાલે કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

▶ પકડાયેલ આરોપી
• મુશરફ રાજમહંમદ લાલુભાઇ મુલતાની (ઉ.વ. 25) રહે. ચાંદટેકરી, હુસેની ચોક, મોડાસા તા. મોડાસા, જી. અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!