33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : રોડ થી ……ઈંચ ઉપર ગટરના ઢાંકણા બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવવાની...

અરવલ્લી : રોડ થી ……ઈંચ ઉપર ગટરના ઢાંકણા બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવવાની દિશામાં મોડાસા નગર પાલિકા અને એજન્સી

0
84

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં વિકાસના દાવાઓ વચ્ચે હકીકત કંઈક જુદી જ તસ્વીર રજૂ કરી રહી છે. ખાસ કરીને મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર અને રોડની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વિકાસના નામે માત્ર ધુપ્પલ અને અધૂરા આયોજનની ઝલક ઠેર ઠેર જોવા મળી રહી છે.

મોડાસા શહેરમાં કોલેજથી બાલાપીર દરગાહ રોડ સુધીની કામગીરી જાણે એન્જિનિયરિંગનો ‘અદભૂત’ નમૂનો બની ગઈ હોય તેમ લાગે છે. એક તરફ નવા રોડ બનાવવામાં આવ્યા છે તો બીજી તરફ એ જ રોડ પર ગટરની કામગીરી અસમંજસ રીતે કરવામાં આવતા જમીન આસનાનમાં મોટો ફરક જોવા મળી રહ્યો છે. ક્યાંક રોડ ઊંચો તો ક્યાંક ગટરનું ઢાંકણું …… ઈંચ જેટલું બહાર નીકળેલું — જે સ્પષ્ટપણે જોખમને આમંત્રણ આપે છે. નવા રોડ પર બનેલી ગટર અને તેના ઢાંકણા આસપાસના રોડ કરતાં ઊંચા બનાવવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. કોઈ રાહદારી કે દ્વિચક્રી વાહનચાલક અચાનક ત્યાંથી પસાર થાય તો ગંભીર અકસ્માતનો ભોગ બની શકે છે. રાત્રિના સમયે તો આ અસમાનતા જીવલેણ સાબિત થાય તેવી પૂરી શક્યતા છે.
https://www.instagram.com/reel/DTwoWntk0Ow/?igsh=MTZxMnE3ajEwOGk3YQ==

20 જાન્યુઆરીના રોજ મંગળવારે આ રોડ પર દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી, તે સમયે કેટલાય અધિકારીઓ અને કર્મચારીઓ પહોંચ્યા હતા, જેઓ પણ ગટરના ઢાંકણાની ઠોકરનો ભોગ બન્યા હશે. છતાં કોઈ એવા ઉચ્ચ અધિકારીને એન્જિનિયરિંગની અદભૂત કળા પર નજર ગઈ નહીં. કરોડો રૂપિયાનો ખર્ચ બતાવી વિકાસના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ કામની ગુણવત્તા જોતા તે દાવાઓ ખોખલા સાબિત થાય છે.

પ્રશ્ન એ છે કે, આવી કામગીરી વખતે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ, ઇજનેરો તેમજ સંબંધિત એજન્સીની ટીમ ક્યાં હતી? શું સાઇટ પર નિરીક્ષણ થયું હતું? કે પછી બધું કાગળ પર જ વિકાસ બતાવી દેવામાં આવ્યો?

મોડાસાના નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે, આ સમગ્ર કામગીરીની ઉચ્ચસ્તરીય તપાસ થાય, જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે પગલા લેવામાં આવે અને રોડ તથા ગટરનું કામ ફરીથી વૈજ્ઞાનિક અને સુરક્ષિત રીતે સુધારવામાં આવે — નહીં તો કોઈ મોટા અકસ્માત બાદ જ તંત્ર જાગશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!