અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ફરેડી ગામની એકતા ટ્રાવેલ્સમાં શ્રદ્ધાળુઓ રાજસ્થાનના પ્રવાસે ગયા હતા મંગળવારે રામદેવરા બીજના દર્શન કરી પરત ફરતા જોધપુર-જેસલમેર નજીક પરત ફરતા રોન્ગ સાઈડ ધસી આવેલ ટ્રક ટ્રેલરે લકઝરી બસને ટક્કર મારતા અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા 21 લોકો ઈજાગ્રસ્ત થતા જીલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું હતું સ્થાનિક હોસ્પિટલમાં સારવાર બાદ 14 ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને મોડાસાની હજીરા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા પરિવારજનો અને સગા-સંબંધીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા
અરવલ્લી જીલ્લાના પ્રવાસીઓ ભરેલી લકઝરી બસને રાજસ્થાનના જોધપુર-જેસલમેર હાઇવે પર મંગળવારે સાંજે પથ્થર ભરેલ ટ્રક ટ્રેલર ચાલક રોન્ગ સાઈડ બેદરકારી ભરેલ રીતે હંકારી લકઝરી બસ સાથે ધડકાભેર ટક્કર મારતા બસમાં મુસાફરી કરતા પ્રવાસીઓની ચીચીયારીઓથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો લકઝરીમાં સવાર 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા અને 21 ઈજાગ્રસ્ત થતા સ્થાનિક હોસ્પીટલ મથુરાદાસ મથુર હોસ્પિટલમાં ખાસેડાયા હતા અકસ્માતના પગલે સમગ્ર જીલ્લામાં હાહાકાર મચી ગયો હતો મૃતકો અને ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓના પરિવારજનો જોધપુર દોડી ગયા હતા જેમાંથી 14 ઈજાગ્રસ્તને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખાસેડાયા હતા 7 ઈજાગ્રસ્તને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર કરી હતી
મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં 14 ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓની તબીબઓએ સઘન સારવાર હાથધરી હતી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા






