ડ્રાઈવરને હાર્ટ એટેકનો અણસાર આવી જતા મુસાફરો ભરેલી બસ મેઘરજ બસ સ્ટેન્ડમાં સહી સલામત પહોંચાડી જીંદગી સામે જંગ હાર્યો
શિયાળા દરમિયાન હાર્ટ એટેકના હુમલાઓમાં નોંધાપત્ર વધારો થતો હોય છે મોડાસા એસટી ડેપો સંચાલિત મોડાસા ઢીમડા બસ ચાલકને મેઘરજ નજીક છાતીમાં દુઃખાવો ઉપડતા ડ્રાઈવ રે બસ મુસાફરો ભરેલી બસ સહી સલામત મેઘરજ બસ સ્ટેન્ડમાં પહોંચાડી હતી મહિલા કંડકટરે 108 ઇમરજન્સી મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડતા મોત નીપજ્યું હતું એસટી કર્મીઓ અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું
ટીંટોઈ ગામના અને મોડાસા બસ ડેપોમાં ડ્રાઈવ ર તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ ચંપાવત મોડાસાથી ઢીમડા બસ લઈને નીકળ્યા હતા જયદીપસિંહ ચંપાવત મેઘરજ નજીક પહોંચતા
અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા અને બેચેની અનુભવવા છતાં મુસાફરોથી ભરેલી બસને સહીસલામત રીતે મેઘરજ બસ સ્ટેન્ડમાં પહોંચાડી દીધી હતી છાતીમાં અસહ્ય દુઃખાવો થતા મહિલા કંડકટરને જાણ કરતા મહિલા કંડકટરે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મેઘરજ સરકારી દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાનુ જણાવતા ખાનગી હોસ્પિટલમાં પહોંચે તે પહેલા ડ્રાઈવરનું પ્રાણ પંખેરુ ઉડી જતા સાથી મહિલા કંડકટર અને એસટી કર્મીઓ આઘાતમાં સરી પડ્યા હતા
મોડાસા ઢીમડા એસટી બસના ચાલક જયદીપસિંહ ચંપાવતનું ફરજ દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત નીપજતા તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા પોલીસને જાણ કરતા પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ડ્રાઈવરના પરિવારજનોએ રોકોકકળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી
શિયાળામાં હાર્ટ એટેક વધવાનું કારણ વાંચો
શિયાળામાં હાર્ટ એટેકના કેસ વધવાનું મુખ્ય કારણ એ છે કે ઠંડા હવામાનને કારણે શરીરની ગરમી બચાવવા માટે રક્તવાહિનીઓ સંકુચિત થઈ જાય છે. આ સંકુચિતતા બ્લડ પ્રેશર વધારે છે, હૃદય પર કામનો ભાર વધારે છે અને હૃદયના ધબકારા ઝડપી બનાવે છે.હૃદય પર વધારે પ્રેસર આવતા હૃદય બંધ પડી જતું હોય છે
