38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ગોધરા : પોલીસ ભરતીની દોડમાં યુવક ઢળી પડ્યો, પિતાની નજર સામે જ...

ગોધરા : પોલીસ ભરતીની દોડમાં યુવક ઢળી પડ્યો, પિતાની નજર સામે જ દીકરાનું મોત

0
57

પોલીસમાં જોડાઈને દેશ સેવા કરવાનું સપનું લઈને આવેલા છોટાઉદેપુરના વધુ એક યુવાન માટે પોલીસ ભરતીની શારીરિક કસોટી જીવલેણ સાબિત થઈ છે. પંચમહાલના ગોધરા ખાતે આવેલા એસ.આર.પી. ગ્રુપ-5 ના મેદાનમાં વહેલી સવારે દોડતી વખતે શ્વાસ ચડતા 27 વર્ષીય યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. હૃદયદ્રાવક વાત એ છે કે, આ સમગ્ર ઘટના તેના પિતાની નજર સામે જ બની, જેઓ પોતાના દીકરાને પ્રોત્સાહન આપવા માટે ત્યાં હાજર હતા.

આ દુઃખદ ઘટનાનો ભોગ બનનાર યુવકનું નામ જશપાલસિંહ રાઠવા હતું અને તે છોટાઉદેપુર જિલ્લાના કોલીયારી ગામનો રહેવાસી હતો. શુક્રવારે વહેલી સવારે ગોધરાના એસ.આર.પી. ગ્રાઉન્ડ પર આયોજિત રનિંગ ટેસ્ટ દરમિયાન જશપાલસિંહ અચાનક શ્વાસ ચડતા જમીન પર ઢળી પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!