33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે કારનો ફિલ્મીઢબે પીછો કરી કારમાંથી 3.53 લાખનો શરાબ...

અરવલ્લી : શામળાજી પોલીસે કારનો ફિલ્મીઢબે પીછો કરી કારમાંથી 3.53 લાખનો શરાબ જપ્ત કર્યો

0
31

કારમાં ભરેલ વિદેશી દારૂ હરિયાણાથી ભાવનગરના બુટલેગર સંદીપને ડિલિવર કરવાનો હતો

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના આગમન પછી પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી પર કાબુ મેળવવામાં મહદઅંશે સફળ રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક વાહનોના ચેકીંગ દરમિયાન શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી કારનો ફિલ્મીઢબે પીછો કરી કારમાંથી 3.53 લાખના દારૂ સાથે બુટલેગરને દબોચી લીધો હતો કારની બાજુમાં બેઠેલો બુટલેગર ફરાર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

શામળાજી પીઆઈ એસ.એસ.માલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા મોટા વાહનોનું ચેકીંગ કરતા રાજસ્થાન તરફથી પૂરપાટ ઝડપ સાથે આવતી કારને રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે કાર હંકારી મુકતા પોલીસે પીછો કરતા બુટલેગરો હાંફી ગયા હતા કાર હાઇવે પર રોડ સાઈડ મૂકી પોલીસ પકડથી બચવા ખેતરમાં દોડતા પોલીસ અને બુટલેગરો વચ્ચે રેસ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા

શામળાજી પોલીસે કૈતાન ઉર્ફે કેતન મનઘરસિંહ
નાઈ (રહે, ધાસો ખુર્દ, હરિયાણા)ને દબોચી લીધો હતો પોલીસે કારમાંથી વિદેશી દારૂ, બિયર નંગ-1728 કિંમત રૂ.353600 સહીત રૂ.7.58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મકડોલી હરિયાણાના બુટલેગર રાજેન્દ્ર જાટ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!