29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ભાડા કરાર કર્યા વગર મકાન ભાડે આપ્યું તો ગયા,SOGએ મકાન...

અરવલ્લી : ભાડા કરાર કર્યા વગર મકાન ભાડે આપ્યું તો ગયા,SOGએ મકાન માલિક સામે ગુન્હો નોંધ્યો

0
47

મોડાસા શહેર સહીત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાડા કરારનો છેદ ઉડાડી અસંખ્ય મકાનો ભાડે આપવામાં આવ્યા છે

અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં કોઈપણ દસ્તાવેજ કે કરાર વગર મકાન ભાડે આપવામાં આવી રહ્યા છે મકાન માલિકોમાં ભાડા કરારની ગંભીરતા અંગે ભારે ઉદાસીનતા જોવા મળી રહી છે મોડાસા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતિય લોકોને ભાડા કરાર વગર વધુ ભાડાની લાલચમાં ઘર અને દુકાન ભાડે આપી રહ્યા છે ત્યારે જીલ્લા એસઓજી પોલીસે મોડાસા શહેરમાં ભાડા કરાર વગર મકાન ભાડે આપનાર મોહમ્મદખાન વિલાયતખાન પઠાણ સામે જાહેરનામા ભંગ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાની સૂચનાના આધારે એસઓજી પીઆઈ એચ.પી. ગરાસિયા અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા
જીલ્લા કલેકટરના જાહેરનામાં ભંગ અંગે ચેકીંગ કરતા મોડાસાના કસ્બા વિસ્તારમાં જમાલવાવ નજીક રહેતા મોહમ્મદખાન વિલાયતખાન પઠાણે તેનું ઝમઝમ મેદાન પાછળ અકરમ પાર્ક સોસાયટીમાં આવેલ મકાન ભાડા કરાર વગર ભાડુઆતને ભાડે આપતા જાહેરનામાં ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!