33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : 8 વર્ષથી વોન્ટેડ રાજસ્થાની બુટલેગર સહીત બે બુટલેગરને LCBએ દબોચ્યા

અરવલ્લી : 8 વર્ષથી વોન્ટેડ રાજસ્થાની બુટલેગર સહીત બે બુટલેગરને LCBએ દબોચ્યા

0
33

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર જીલ્લામાં વિવિધ ગુન્હામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી દબોચી રહી છે જીલ્લા એલસીબી પોલીસે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના 5 ગુન્હામાં વોન્ટેડ રાજસ્થાની બુટલેગર ધનરાજ ડામોરને દબોચી લીધો હતો છેલ્લા આઠ વર્ષથી પોલીસને હાથતાળી આપતો બુટલેગર પોલીસ પકડમાં આવી જતા મોતિયા મરી ગયા હતા અન્ય એક ધનસુરા વડાગામના વોન્ટેડ બુટલેગરને ગાંધીનગરથી ઝડપી લીધો હતો

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પીઆઇ એમ.એચ. ઝાલા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના 5 ગુન્હામાં અને ખેરવાડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં વોન્ટેડ અને છેલ્લા આઠ વર્ષથી પોલીસને હાથતાળી આપનાર રાજસ્થાન બદલાના બુટલેગર ધનરાજ શાંતિલાલ ડામોરને ખેરવાડાથી ઝડપી પાડી શામળાજી પોલીસને સોંપી દીધો હતો અન્ય એક ધનસુરા અને શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં ફરાર ધનસુરા વડાગામના મૌલીક હીરા ચૌધરીને ગાંધીનગર સેક્ટર-7માં આવેલ અર્બુદા બોયઝ પીજી હોસ્ટેલમાંથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!