38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : ભિલોડામાં સરસ્વતી શારદા પ્રાથમિક શાળામાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી

અરવલ્લી : ભિલોડામાં સરસ્વતી શારદા પ્રાથમિક શાળામાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી

0
32

ભિલોડામાં સરસ્વતી શારદા પ્રાથમિક શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કર્યું હતું.શાળાના આચાર્ય પુષ્પાબેન એ જીવનમાં અને સ્વાસ્થ્ય માટે રમતોનું શું મહત્વ છે તે વિશે બાળકોને સમજ આપી રમતોત્સવને ખુલ્લો મુક્યો હતો.કબડ્ડી, લીંબુ-ચમચી, કોથળા દોડ, સંગીત-ખુરશી, રસ્સા-ખેંચ, આંધળો-પાટો સહિત અનેકવિધ રમતોનું શાળા પરિવારે સુંદર આયોજન કર્યું હતું.શાળાના બાળકોએ મોટી સંખ્યામાં રમતોત્સવમાં ભાગ લઈ તેમના ઉત્સાહ અને હર્ષ ઉલ્લાસથી વાતાવરણ રમણીય બનાવી દીધું હતું.બાળકોને પ્રોત્સાહિત કરવા શાળા પરિવારે રમતોત્સવમાં ભાગ લઈ બાળકોને પ્રેરણા રૂપ બન્યા હતા.વાર્ષિક રમતોત્સવને સફળ બનાવવા માટે શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.તેજસ્વર એજ્યુકેશન ટ્રસ્ટ, પ્રમુખ, શ્રેષ્ઠ શિક્ષક રાજય પારિતોષિત ડો. કિશોરભાઈ પટેલ, મંત્રી મિતેશભાઈ ભાવસારે પ્રશંસનીય કામગીરી, સુંદર આયોજન માટે બાળકો સહ શાળા પરિવારને બિરદાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!