37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines બગદાણા હુમલો કેસ: માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ, રેન્જ IG કચેરીમાં સઘન...

બગદાણા હુમલો કેસ: માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ, રેન્જ IG કચેરીમાં સઘન પૂછપરછ

0
30

ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને ફરી એકવાર પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું હતું. આજે (24મી જાન્યુઆરી) સમન્સને પગલે જયરાજ આહીર ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ હાજર થયો હતો.બે કલાકની સઘન પૂછપરછ પછી જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી

SIT દ્વારા જયરાજ આહીરની પૂછપરછ
બગદાણાના કોળી અગ્રણી પર થયેલા હુમલાની કડીઓ મેળવવા માટે SIT દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. અગાઉ પણ જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે આજે ફરીથી તેમને બોલાવવામાં આવતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ પૂછપરછ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!