31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : પવનથી શીત લહેર,15 km ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને પ્રજાજનો ,પશુ પક્ષીઓને ધ્રુજાવ્યા


મોડાસા શહેર અને જીલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે બોકાસો બોલાવી રહી છે. છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને પ્રતિ કલાકના 10 થી 15 કિ.મી ની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ-પક્ષીઓને પણ ધ્રુજાવ્યા છે, અને લોકો થરથર કાપી રહ્યા છે.

મોડાસા શહેર સહીત સમગ્ર વિસ્તારમાં તાપમાનનો પારો ગગડતા શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રીતસરના ઠુંઠવાઈ ગયા છે.હાડ ધ્રુજાવતી ઠંડીમાં આખા ઉત્તર ગુજરાતનું જનજીવન પ્રભાવિત થયું છે. સાંજ ઢળતા જ વાતાવરણમાં વધી ગયેલી ઠંડકના કારણે બજારોમાં રીતસર સન્નાટો છવાઈ ગયો હતો. મોડાસાશહેરોના મોડી રાત સુધી ધમધમતા માર્ગો રાત્રે 10-11 વાગતા જ સૂમસામ બની ગયા હતા.

છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો આવ્યો હતો, અને સુસ્વાટા મારતા બરફીલા ઠંડા પવને જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વહેલી સવારે પણ લોકોની ઓછી હાજરી જોવા મળે છે, અથવા તો ગરમ વસ્ત્રોમાં જ લપેટાઈને નીકળવાનું લોકો પસંદ કરી રહ્યા છે. ઉપરાંત સાંજના સમયે પણ બરફીલા પવનના કારણે લોકો વહેલા જ ઘરની વાટ પકડી લે છે, જેથી શહેરના મુખ્ય માર્ગો સુમસામ નજરે પડી રહ્યા છે.

સૂસવાટા મારતા ઠંડા પવનોથી જનજીવન પ્રભાવિત
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ પહેલા ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. એક તરફ લઘુતમ તાપમાનનો પારો ઉપર ચઢતા વાતાવરણમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ હતી. બીજી તરફ આકાશમાં છવાયેલા વાદળો વચ્ચે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ દરમિયાનમાં હવામાન ખાતાએ એકાદ બે દિવસમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની અને તાપમાન 2થી 3ડિગ્રી નીચે ઉતરવાની આગાહી કરી હતી. પરંતુ હવામાન ખાતાની આગાહીથી વિપરીત શુક્રવારે સાંજથી ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં કોલ્ડવેવ ફરી વળતા મોટાભાગના તાલુકા માથાકો અને ગ્રામ્ય વિસ્તારોમાં તાપમાનમાં 5થી 7 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. સૂસવાટા મારતા ઠંડા પવનોથી લોકોની રોજીંદી જીવન શૈલી ખોરવાઈ ગઈ હતી. સાંજ ઢળતા લોકો પોતાના ઘરમાં પૂરાઈ ગયા હતા. વાતાવરણમાં વ્યાપેલી તીવ્ર ઠંડીની અસર શનિવારે અને રવિવારે આખો દિવસ વર્તાઈ હતી. ભરબપોરે લોકોએ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!