અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લા ના મોડાસા માં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે નક્કર નિરાકરણ ક્યારે આવશે, તેવા સવાલો ઉઠી રહ્યા છે. સોમવારા દિવસે અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા મોડાસા માં ખોટી રીતે વાહનો પાર્ક કરતા વાહન ચાલકો ને દંડ કરવા માટે ટોઈંગ વાન કાર્યરત કરવામાં આવી છે, જેના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થતાં, નગરજનોએ સોશિયલ મીડિયા પર પોતાની વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી. પોલિસની કામગીરી બિરદાવી હતી, જોકે પ્રજાનું કહેવું છે કે, ફૂટપાથ પર દબાણ થતાં, લારીઓ રસ્તા પર આવી ગઈ છે, જેથી વાહન ચાલકો વાહનો પાર્ક ક્યાં કરે ?
મોડાસા નગર પાલિકા દ્વારા પ્રજા માટે ફૂટપાથ તૈયાર કર્યા હતા, જોકે મોટાભાગના ફૂટપાથ પર કાચા દબાણો છે, જેથી અહીં લોકો ચાલી શકતા નથી અને લારીઓ રસ્તાઓ પર ઊભી રહે છે, જેથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. લારીઓ ફૂટપાથ નજીક ઊભી રહે તો, વાહન ચાલકો યોગ્ય રીતે તેમના વાહનો પાર્ક કરી શકે, બાકી તો કોઈ ખરીદી કરવા માટે આવ્યો હોય અને ટોઈંગ વાન તેમના વાહનો ઉપાડીને લઈ જાય અને દંડ ભરવાનો વારો આવે.
ટોઈંગ વાન શરૂ કરાતા મોડાસા નગરજનોએ કંઈક આમ કહ્યું.
ચાર રસ્તાથી મેઈન બજાર વિસ્તારમાં ગલ્લા હટી ગયા, ઉલટાનો ટ્રાફિક વધી ગયો, પગલાં ક્યારે ભરાશે?
મોડાસા ચાર રસ્તાથી માર્કેટ યાર્ડ સુધી ખોટી રીતે લારીઓ ઊભી રહે, તેના માટે શું?
લારીઓ વાળા વ્હાઈટ પટ્ટા બહાર ઊભા રહે છે, જેથી ટ્રાફિક સર્જાય છે
શાકભાજી લેવા જઈએ તો વાહનો ક્યાં પાર્ક કરવા ?
ફૂટપાથ ખોવાઈ ગયા હોવાથી ટ્રાફિકની સમસ્યા, ફૂટપાથ પર દબાણ
બસ સ્ટેશન નજીક અમદાવાદ જતી ઈકો ગાડીઓની ટ્રાફિક
પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ
માલપુર રોડ પર આઈકોનિક રોડ પર દબાણો થવા લાગ્યા
શું કરવું જોઈએ?
મોડાસા માં શાકમાર્કેટની અલાયદી વ્યવસ્થા
ફૂટપાથ ખાલી થવા જોઈએ, જેથી રાહદારીઓ ચાલી શકે
જેથી, સોલિડ લાઈનની અંદર સરળતાથી વાહનો પાર્ક થઈ શકે
માલપુર રોડ પર નવીન આઈકોનિક રોડ પર દબાણો બંધ કરવા જોઈએ
પેવર પ્લોક પર કાચા દબાણો અને મોટા હોર્ડિંગ્સ દૂર થવા જોઈએ
પાર્કિંગની વ્યવસ્થા
અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા થોડોક પ્રયાસ કરવામાં આવ્યો છે, બાંધકામ ની મંજરૂ આપતા પહેલા પાર્કિંગની વ્યવસ્થા છે કે, નહીં તે જોવાની જવાબદારી કોની ? આવા અનેક સવાલોનું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી ટ્રાફિકની સમસ્યાનું હલ થવું મુશ્કેલ છે. બાકી તો ગ્રાન્ટ વાપરવામાં બધા મોજ કરશે, તે વાત નક્કી જ છે.






